ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CWC બેઠકમાં કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીની સલાહ

Text To Speech
  • હૈદરાબાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને વૈચારિક રીતે સ્પષ્ટ રહેવાની સલાહ આપતાં કહ્યું કે ‘ભાજપની જાળમાં ન પડો, લોકોના મુદ્દાઓ પર ધ્યાન આપો.’

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે (16 સપ્ટેમ્બર) પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટી (BJP)ની જાળમાં ન આવવા, લોકોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વૈચારિક રીતે સ્પષ્ટ રહેવાની સલાહ આપી. હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકના બીજા દિવસે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, પાર્ટીના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ શનિવારે પુનર્ગઠિત CWCની પ્રથમ બેઠક દરમિયાન વાત કરી હતી અને નેતાઓને મળ્યા હતા.

સનાતન ધર્મ વિવાદ પર સાવધ રહેવાની સલાહઃ

ઉધયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ પરની ટિપ્પણીના વિવાદ વચ્ચે આવી છે, જેની ભાજપ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. ત્યારે અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓએ શનિવારે સનાતન ધર્મ વિવાદ પર સાવચેતી રાખવાનું આહ્વાન કર્યું હતું અને ભાર મૂક્યો હતો કે પાર્ટીએ ભાજપના એજન્ડામાં ફસાઈ ન જવું જોઈએ.

અહેવાલમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કેટલાક નેતાઓનું માનવું છે કે પાર્ટીએ આવા મુદ્દાઓથી દૂર રહેવું જોઈએ અને તેમાં સામેલ ન થવું જોઈએ.

આ પણ વાંચો: બંધારણ અને લોકશાહીને બચાવવાની જવાબદારી કોંગ્રેસની છેઃ ખડગે

આ પણ વાંચો: PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત; હસ્તકલા કારીગરોના જીવનમાં પરિવર્તનનું ધ્યેય

Back to top button