ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: નર્મદા નદીના વ્યાસ બેટમાં ફસાયેલા લોકોને એરફોર્સે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યા

Text To Speech
  • નર્મદા નદીમાં વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે ફસાયેલા 11 વ્યક્તિઓને બચાવ્યા
  • બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી
  • કરજણ તાલુકામાં પાણીમાં ફસાયેલા 17 વ્યક્તિનો બચાવ કરાયો

ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં કરજણ તાલુકામાં નર્મદા નદીમાં વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે ફસાયેલા 11 વ્યક્તિઓને બચાવવા માટે કલેકટર અતુલ ગોર દ્વારા વાયુ સેનાની મદદ માંગવામાં આવી છે અને રાહત કમિશનર મારફત વ્યાસ બેટ ની ભૌગોલિક વિગતો વાયુ સેનાને મોકલી દેવામાં આવી છે. એસપી રોહન આનંદ દ્વારા પણ સબંધિત તાલુકાની પોલીસને મદદ માટે તૈયાર રહેવા જણાવાયું છે.

 

આ પણ વાંચો: અમદાવાદીઓ આજે ઘર બહાર નિકળતા પહેલા આ સમાચાર ખાસ વાંચજો 

કરજણ તાલુકામાં પાણીમાં ફસાયેલા 17 વ્યક્તિનો બચાવ કરાયો

ગઈ કાલ રાતે ડભોઇ પ્રાંત અધિકારી યોગેશ કાપસે, કરજણ પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રાત ફેરણી કરી લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવા સમજૂત કરાયા હતા. રાત્રે 250 જેટલા લોકો સલામત સ્થળે પહોંચી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. તા. 16ની રાત્રીમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાસ બેટ ખાતે ફસાયેલા લોકોને બચાવવા માટે હોડી મોકલવામાં આવી હતી પણ, પાણીનો પ્રવાહ વધુ હોવાથી શક્ય બન્યું નહોતું. એટલે આજે સવારે કલેકટર દ્વારા વાયુ સેનાની મદદ માંગવામાં આવી છે. જે આજ તા. 17ના રોજ સવારે 9 થી 9:30 વાગ્યે આવી પહોંચે એવી શક્યતા છે.

બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી

નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, 10 બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે રાત્રે જ અધિક નિવાસી કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા એક આદેશ કરી સંકલનના અધિકારીઓ, નાયબ કલેકટરો અને મામલતદાર અને નાયબ મામલતદારોને ડભોઇ તથા કરજણ પ્રાંતને હવાલે મૂકવામાં આવ્યા છે. ડીડીઓ મમતા હીરપરાએ મોડી રાત સુધી કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહી સંકલન કર્યું હતું. આમ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર એટલે કે ઝીરો કેઝ્યુલિટી સાથે આપદાનો સામનો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

Back to top button