ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદીઓ આજે ઘર બહાર નિકળતા પહેલા આ સમાચાર ખાસ વાંચજો

  • અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો
  • આજે -આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ
  • સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં અમદાવાદમાં પવન સાથે 3 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. જેમાં સૌથી વધુ મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ પશ્ચિમ વિસ્તારમાં 0.89 ઇંચ વરસાદ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 0.88 ઇંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં 0.81 ઇંચ,ઉત્તર વિસ્તારમાં 0.50 ઇંચ વરસાદ, દક્ષિણ પશ્ચિમમાં 0.44 ઇંચ, પૂર્વ વિસ્તારમાં 0.6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વાસણા બેરેજના 2 ગેટ 1 ફૂટ અને 2 ગેટ 2 ફૂટ ખોલાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 27.17 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. પશ્ચિમ ઝોનમાં 1.75 મિમી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. જેની અસર ગુજરાત પર પણ થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે.

શહેરમાં અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

શહેરમાં અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી ગરમીની તીવ્રતામાં ખાસ્સો વધારો નોંધાયો હતો. શહેરમાં ગઈકાલે 31 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. જેથી હવે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી વરસાદના કારણે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં 17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.

Back to top button