સુરતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ઉધના વિસ્તારમાં રાત્રિના બાર વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
સવારના સમયે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા
સુરતમાં સવારના સમયે પણ રાત્રે તે વર્ષ તો વરસાદ યથાવત રહ્યો હતો. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે ઉધના ગરનાળા નીચે પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ આદર્શ નિનાળ અમરોલી કતારગામ ડભોલીના વેચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ઝોન પ્રમાણે વરસેલો વરસાદ રાતના બારથી સવારના 10 સુધી
સેન્ટ્રલ – 64
રાંદેર – 65
કતારગામ – 44
વરાછા એ – 62
વરાછા બી – 49
લિંબાયત – 63
અઠવા – 34
ઉધના – 143
આ પણ વાંચોઃ
રાજ્યમાં ચોમાસાની જમાવટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સુરત : અષાઢ મહિનાની શરૂઆત સાથે રસ્તા બેસી ગયા, ઠેર ઠેર ટ્રાફિક જામ દ્રશ્યો