ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાના છો? ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ

  • વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ગણેશની કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ તે માટેના કેટલાક નિયમો પણ છે, જો આ નિયમોને અપનાવીને ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો સુખ-સંપતિમાં વધારો થાય છે. 

ગણેશજીને સુખ અને સમૃદ્ધિ વધારનાર દેવ છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા છે. તેઓ ભક્તોના વિધ્નોને હરે છે. વાસ્તુશાસ્ત્રમાં મુજબ ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ શુભ છે, પરંતુ ઘરમાં ગણેશની કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ તે માટેના કેટલાક નિયમો પણ છે. આવો જાણીએ ભગવાન ગણેશની કઈ મૂર્તિને શુભ માનવામાં આવે છે.

કેરી અને લીમડામાંથી બનેલી ગણેશજીની મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર આંબો, પીપળો અને લીમડામાંથી બનેલી ગણેશજીની મૂર્તિ શુભ છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જ જોઈએ.

 ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાના છો? ધ્યાનમાં રાખજો આ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

શ્વેતાર્ક ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્વેતાર્ક ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. તેમજ દરરોજ તેમની પૂજા કરવી જોઈએ. આવી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી ધનની કમી નથી રહેતી.

ક્રિસ્ટલની મૂર્તિ સૌભાગ્ય વધારશે

વાસ્તુશાસ્ત્રમાં ક્રિસ્ટલને સૌથી શ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે છે. જો આપણા ઘરમાં સ્ફટિકથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીએ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની સાથે લક્ષ્મીજીની સ્ફટિકની મૂર્તિ પૂજા કરવાથી ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

 ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાના છો? ધ્યાનમાં રાખજો આ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

બેઠેલા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો

આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો તેને હંમેશા બેઠેલી મુદ્રામાં જ રાખો. ગણેશજીની મૂર્તિ ઘરના દરવાજાની બહાર ન લગાવવી જોઈએ. તમે ગણેશજીની મૂર્તિને ઊભી મુદ્રામાં સ્થાપિત કરવા માગતા હોવ તો તેને તમારા કાર્યસ્થળ અથવા ઓફિસની ડેસ્ક પર સ્થાપિત કરી શકો છો.

ઘરમાં સ્થાપિત કરો લાલ રંગના ગણેશજીની મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણેશની મૂર્તિ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. પ્રગતિ માટે ઘરમાં લાલ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સફેદ રંગની મૂર્તિ રાખવી પણ પ્રગતિ માટે ખૂબ જ શુભ છે. જો કે એ વાતનું ધ્યાન રાખો કે તમારે ઘરના દરવાજા પર આવી મૂર્તિની સ્થાપના ન કરવી જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદમાં AMCદ્વારા ગણેશોત્સવની તૈયારી, રૂ. 6 કરોડના ખર્ચે 46 ગણેશ વિસર્જન કુંડ બનાવાશે

Back to top button