ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

જોઇન્ટ ફેમિલીમાં લગ્ન થવા જઇ રહ્યા છે? તો જાણી લો આ ટિપ્સ

  • જોઇન્ટ ફેમિલિમાં રહેવાના ફાયદા તો ઘણા હોય છે, પરંતુ બાળપણથી જેને જોઇન્ટ ફેમિલિમાં રહેવાની આદત ન હોય તેના માટે આ વાત મુશ્કેલ બની જાય છે.

આજના સમયમાં ભલે લગ્ન પછી એકલા રહેવાનું ચલણ ભલે વધ્યું હોય, પરંતુ હજુ પણ એવા ઘણા પરિવારો છે જેઓ જોઇન્ટ ફેમિલીમાં રહેવાનું પસંદ કરે છે. જેના કારણે આવા ઘરમાં લગ્ન કરનાર યુવતી પર સાસુ, સસરા, ભાભી, નણંદ, દિયર સહિતના અનેક સંબંધોને સંભાળવાની અને સાચવવાની જવાબદારી આવે છે. જોઇન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદા તો ઘણા હોય છે, પરંતુ બાળપણથી જેને જોઇન્ટ ફેમિલિમાં રહેવાની આદત ન હોય તેના માટે આ વાત મુશ્કેલ બની જાય છે. જો તમારા લગ્ન પણ જોઇન્ટ ફેમિલીમાં થવાના હો તો કેટલીક વાતો જાણી લો અને અપનાવી લો આ ટિપ્સ

જોઇન્ટ ફેમિલીમાં લગ્ન થવા જઇ રહ્યા છે? તો જાણી લો આ ટિપ્સ hum dekhenge news

પતિનો વિશ્વાસ જીતવો

જોઇન્ટ ફેમિલીમાં બધાને ખુશ રાખવા અને પોતે પણ ખુશ રહેવા માટે પતિનો સાથ ખૂબ જ જરૂરી છે. તેથી, સૌથી પહેલા તમારા પતિ સાથે તમારા સંબંધને મજબૂત બનાવો . એવી સ્થિતિ ક્યારેય ન આવવા દો કે તેણે તમારા અને તેના પરિવારમાંથી એકની પસંદગી કરવી પડે. તમારા કાર્યોથી તમારા પતિનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરો.

તમારી ઉંમરના લોકો સાથે મજબૂત સંબંધો બનાવો

જોઇન્ટ ફેમિલીમાં તમારું સ્થાન મજબૂત બનાવવા માટે, પહેલા તમારી ઉંમરના લોકો સાથે મિત્રતા કરો. આ માટે તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે. એકવાર તમારા દિયર, નણંદ અને જેઠાણી તમારાથી ખુશ થઈ જશે, પછી તેઓ ખુદ તમારા સાસરિયાઓનું દિલ જીતવાનો તમારો રસ્તો સરળ બનાવી દેશે.

જોઇન્ટ ફેમિલીમાં લગ્ન થવા જઇ રહ્યા છે? તો જાણી લો આ ટિપ્સ hum dekhenge news

વડીલોના સન્માનમાં કોઇ કમી ન રાખો

સાસરિયામાં એક વખત વડીલો સામે ઇમેજ ખરાબ થશે તો તે જીવનભર તેવી જ રહેશે. તેથી તમારુ કાર્ય અને શબ્દોની પસંદગી ધ્યાનથી કરો. જોઇન્ટ ફેમિલીમાં તમને ન ગમતી વસ્તુઓને બને તેટલી અવગણવાનો પ્રયાસ કરો. તેમને ક્યારેય એવો અહેસાસ ન થવા દો કે તમે તેમનો આદર નથી કરી રહ્યા.

લોકોને માફ કરતા શીખો.

છોકરી તેના સાસરિયાઓ સાથે અને જોઇન્ટ ફેમિલીમાં  ત્યારે જ ખુશ રહી શકે જ્યારે તેનામાં માફ કરવાની શક્તિ હોય, જતુ કરવાની ભાવના હોય. જો કે, આ બિલકુલ સરળ નથી, કારણ કે ઘણી વખત સાસરિયામા મોટાથી લઇને નાના પણ એવી વાતો કરી જાય છે જેને સહન કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની તકરાર અને ઝઘડાથી બચવા માટે તે મહત્વનું છે કે તમે તેમને માફ કરવા માટે તમારું હૃદય મોટું રાખો અને તેમની વાતનો પ્રેમથી જવાબ આપો.

આ પણ વાંચોઃ ‘જવાન’ વિશે એટલી અને શાહરુખે કહી કેટલીક અજાણી વાતો

Back to top button