નીતિશ કુમાર PM બનવા માંગે છે, પણ PMની ખુરશી ખાલી નથી: અમિત શાહ
- ગૃહમંત્રી અમિત શાહે I.N.D.I.A. ગઠબંધન પર નિશાન સાધ્યું છે. બિહારના મધુબનીમાં જનસભાને સંબોધતા શાહે કહ્યું કે નીતીશ કુમાર પીએમ બનવા માંગે છે પરંતુ આ પદ ખાલી નથી.
લોકસભા ચૂંટણી 2024 પહેલા, ભાજપ ‘મારી માટી મારો દેશ’ અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે છે. શનિવારે (16 સપ્ટેમ્બર) આજે તેમણે ફરી એકવાર રાજ્યના મધુબનીથી ‘I.N.D.I.A.’ ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તેમજ વર્તમાન સીએમ નીતિશ કુમારને ઘેર્યા છે.
મધુબની જિલ્લાના ઝાંઝરપુરમાં જનસભાને સંબોધતા ગૃહમંત્રી શાહે કહ્યું, “આ ગઠબંધન સ્વાર્થી ગઠબંધન છે, લાલુ જી પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને નીતિશ જી દરેક વખતની જેમ વડાપ્રધાન બનવા માંગે છે.” નીતિશ બાબુ, તમારી દાલ નહીં ગળે, ત્યાં વડાપ્રધાનનું પદ ખાલી નથી, ત્યાં ફરી નરેન્દ્ર મોદીજી બેસવાના છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, “આ લોકો ફરીથી બિહારને જંગલરાજ બનાવવાની દિશામાં લઈ જઈ રહ્યા છે, તુષ્ટિકરણ કરીને તેઓ બિહારને એક એવા તત્વના હાથમાં આપવા માંગે છે જે બિહારને સુરક્ષિત ન રાખી શકે.”
ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો
#WATCH | Madhubani, Bihar: Union Home Minister Amit Shah says, "This alliance (INDIA) is of selfishness. Lalu Yadav wants to make his son the Chief Minister. Nitish Kumar wants to be the Prime Minister. But it is not possible because the position of the Prime Minister is not… pic.twitter.com/GLNO0CGHPQ
— ANI (@ANI) September 16, 2023
બિહારમાં 40માંથી 40 સીટો જીતશે- અમિત શાહ
ગૃહમંત્રી શાહે કહ્યું, “2024માં ચૂંટણીઓ આવવાની છે, હું બિહારની જનતાનો આભાર માનવા આવ્યો છું કારણ કે 2014માં તમે 40 ટકા મતો અને 31 બેઠકો સાથે મોદીજીને વડાપ્રધાન બનાવ્યા હતા, તેથી બિહારની જનતાનો, તમારો ખૂબ ખૂબ આભાર. 2019માં પણ તમે 53 ટકા વોટ અને 39 સીટો આપીને મોદીજીને ફરી વડાપ્રધાન બનાવ્યા… જે ઉત્સાહ સાથે ઝાંઝરપુરના લોકો મોદીજીના સમર્થનમાં આવ્યા છે, મને પૂરો વિશ્વાસ છે કે 2024માં બિહાર 39 બેઠકોનો રેકોર્ડ તોડી 40 માંથી 40 બેઠકો તોડીને NDA અને BJP જીતશે.
આ પણ વાંચો: ‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને રામનાથ કોવિંદે આપ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક