એ પત્રકારોનો બહિષ્કાર નહીં પણ અસહકાર આંદોલનઃ કોંગ્રેસ
વિરોધ પક્ષોના ઈન્ડિ એલાયન્સ દ્વારા અમુક ચોક્કસ પત્રકારોના ટીવી શોમાં ડીબેટ માટે પોતાના રાજકીય પક્ષોના કોઈ પ્રતિનિધિને નહીં મોકલવાના નિર્ણય અંગે કોંગ્રેસે આજે નવો ખુલાસો કર્યો હતો.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સી.ડબલ્યુ.સી.)ની બેઠક પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ઈન્ડિ એલાયન્સના પક્ષોએ કોઈ પત્રકાર કે મીડિયા હાઉસનો બહિષ્કાર નથી કર્યો અથવા કોઇને પ્રતિબંધિત નથી કર્યા, પરંતુ એ પત્રકારો વિરુદ્ધ અસહકાર આંદોલન શરૂ કર્યું છે.
પવન ખેરાએ દેશના ટોચના 14 પત્રકારોના શોની વિરુદ્ધ અસહકાર આંદોલન કરવા માટે એવું બહાનું બતાવ્યું કે આ પત્રકારો ધિક્કાર અને નફરત ફેલાવી રહ્યા છે. ખેરાના કહેવા આ 14 પત્રકારો સાથે કોઈ દુશ્મનાવટ નથી. પરંતુ સમય બદલાશે અને એ પત્રકારો તેમનું વલણ બદલશે તો અમે ફરીથી તેમના શોમાં જવાનું શરૂ કરીશું.
સનાતનને નષ્ટ કરવાના ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ ભારે વિવાદમાં સપડાયેલા ઈન્ડિ એલાયન્સે 14 અગ્રણી પત્રકાર – ટીવી એન્કરના શોની ડીબેટમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો.
વધુ વાંચો – https://humdekhenge.in/?s=india+alliance