ટોપ ન્યૂઝનેશનલ

IRS રાહુલ નવીનની ED ના ડાયરેક્ટર તરીકે નિમણુંક

Text To Speech

ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) 1993 બેચના વરિષ્ઠ અધિકારી રાહુલ નવીનને EDના પ્રભારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ED ડાયરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળ 15 સપ્ટેમ્બરે પૂરો થયો. તેમણે લગભગ ચાર વર્ષ અને 10 મહિના સુધી ED ડિરેક્ટર તરીકે કામ કર્યું. તેમનો કાર્યકાળ વધારવા માટે CVC એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.

કોણ છે રાહુલ નવીન?

EDમાં નવા ડિરેક્ટરની નિમણૂક થાય ત્યાં સુધી રાહુલ આ મહત્વપૂર્ણ એજન્સીનું નેતૃત્વ કરશે જે સતત ચર્ચામાં છે. બિહારના રહેવાસી રાહુલ નવીન પોતાના કાર્યદક્ષ અને શાંત સ્વભાવ માટે જાણીતા છે. તપાસ એજન્સીમાં તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તે બહુ ઓછું બોલે છે પરંતુ તેની કલમ ઘણી ચાલે છે. તેઓ ખૂબ જ સંગઠિત છે અને કાયદાકીય રીતે કામ કરે છે. રાહુલ નવીનની ગણતરી EDના હોશિયાર અધિકારીઓમાં થાય છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉપરાંત નવીન EDના ચીફ વિજિલન્સ ઓફિસર પણ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મિશ્રાને હટાવવામાં આવ્યા હતા

આઉટગોઇંગ ED ડિરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને લંબાવવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો હતો. જો કે, કેન્દ્રની વિનંતી પર, મિશ્રાને 15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં સરકાર પાસે આ એજન્સીના વડાના પદ પર નવા અધિકારીને લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

Back to top button