ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ભોયણ ગામના યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, શું છે સમગ્ર ઘટના?

Text To Speech
  • ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ખેતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવે છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના કંસારી ગામ પાસે પ્રજાપતિ નગરનો મૂળ વતની અને હાલ અમદાવાદ ખાતે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો મુકેશ પ્રજાપતિ નામના યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ યુવકે ગત રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામની સીમમા ખેતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.

ડીસા-આત્મહત્યા-HDNEWS

ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને ખેતર માલિક દોડી આવી પોલીસને જાણ કરી હતી જે મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશ પ્રજાપતિ અને ગણપત પ્રજાપતિએ શંકા વ્યક્ત કરી હતી તેમને જણાવ્યું હતું કે તેમનો ભાઈ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહેતો હતો અને ભોયણ ગામની યુવતીને લઈ અગાઉ તે ભાગી ગયો હોવાથી તેની દુશ્મની હતી. અને એ ગામમાં જ તેને આવી આત્મહત્યા કરી એટલે તેમને પૂરેપૂરી શંકા છે. જેથી પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સુસાઈડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Back to top button