ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના શાપર વેરાવળમાં તળાવમાં ન્હાવા જતા બે સગા ભાઈઓના મોત, શ્રમિક પરિવારમાં શોક

Text To Speech

રાજકોટઃ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે અષાઢી બીજના દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં ગોંડલ અને લોધીકા તાલુકામાં નોંધાયો હતો. અનરાધાર વરસાદના પગલે અનેક નદી નાળા તેમજ ગામમાં આવેલા નાના-મોટા ખાડામાં પાણી ભરાઈ ગયા હતા. આ સમયે શાપર વેરાવળ પાસે એક તળાવમાં ન્હાવા જતા બે બાળકોનાં મોત થયા હતા.

ભંગાર વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ, શાપર પાસે તળાવમાંથી બે માસૂમ બાળકોના મુતદેહો મળી આવ્યા હતા. જેથી શાપર વેરાવળ પોલીસે તપાસ કરતા બંને બાળકો ગુરુવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થયા હતા. આ મુદ્દે બન્નેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બન્નેની લાશ મળી આવતા શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હાલ પોલીસે બંને બાળકોના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પરિવાર માથે આભ ફાટ્યું
આ અંગે પોલીસ સુત્રોના જણાવવા મુજબ શાપર વેરાવળમાં આવેલ મીના કાસ્ટિંગ નામની ફેક્ટરીના ગેટ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા વિક્રમભાઈ બારૈયાનો 9 વર્ષનો પુત્ર અને 5 વર્ષનો અર્જુન ગુરુવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કઈ નીકળ્યા બાદ લાપતા થઈ જતા પરિવારજનો એ શોધખોળ કરી હતી. આ દરમિયાન શુક્રવારે સાંજે તળાવમાંથી બંનેના મળી આવ્યા હતા. આ મુદ્દે PSI કુલદીપ સિંહ ગોહિલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું ક, મૂળ એમપીના વિક્રમભાઈ છેલ્લા કેટલાય સમયથી શાપર વેરાવળમાં મજૂરી કામ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો

રાજ્યમાં ચોમાસાની જમાવટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી; વલસાડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, પ્રિ-મોનસૂનની કામગીરીને લઈને લોકોમાં રોષ

Back to top button