ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી શકયતા
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદ રહેશે
  • આવતીકાલે સુરત, દમણ, દાદરનાગર હવેલીમાં વરસાદ રહેશે

ગુજરાતમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. તથા આજે રાજકોટ, ભાવનગર, મોરબીમાં વરસાદ આવશે. તેમજ દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. તથા આવતીકાલે સુરત, દમણ, દાદરનાગર હવેલીમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની નવી 22 માળની ઓફિસ આ વિસ્તારમાં બનશે

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદ રહેશે

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. તથા રાજ્યમાં 98 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનો વરસાદને અભાવને લઈને કોરોધાકોડ રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતવા છતાં વરસાદના કોઈ વાવડ મળી રહ્યા નથી. જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં છે. ખેતીના પાક પણ મુળઝાઈ રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં 15થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ

વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 15થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Back to top button