ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અનંતનાગમાં મોટી ભૂલ કરી ગયુ પાકિસ્તાનઃ હવે લાગી રહ્યો છે એરસ્ટ્રાઇકનો ડર?

  • અનંતનાગ હુમલા બાદ સેનાના જવાનો એક્શનમાં
  • ઓપરેશન તેજ કરાયુ, ડ્રોનથી તલાશી લેવાઇ રહી છે
  • PoKમાં કાર્યરત આતંકી કેમ્પોને પાછળ ખસેડાઇ રહ્યા છે

પાકિસ્તાનને એક વખત ફરી એરસ્ટ્રાઈકનો ડર લાગી રહ્યો છે. અનંતનાગ હુમલા બાદ ભારતીય સેનાએ કાશ્મીરમાં આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન તેજ કરી દીધું છે. હુમલામાં સામેલ અન્ય સક્રિય આતંકીઓને ઘેરવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાની આ કાર્યવાહીની અસર પીઓકેમાં જોવા મળી રહી છે. ત્યાં સક્રિય રહેલા કેટલાક ટેરર કેમ્પને ખસેડવામાં આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં દેશે સેનાના ત્રણ અધિકારીઓને ગુમાવ્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ ઘટનાને લઈને દેશભરમાં દુઃખ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે અને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ આતંકીઓને ઘેરી લેવા માટે ફુલ પ્રૂફ પ્લાન સાથે ખીણમાં પ્રવેશી ચુકી છે. અહેવાલ છે કે હુમલા સાથે જોડાયેલા લશ્કરના બંને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. ઓપરેશન કોઈપણ સમયે સમાપ્ત થઈ શકે છે.

અનંતનાગ એન્કાઉન્ટરથી પાકિસ્તાન પણ ડરી ગયું છે. એરસ્ટ્રાઈકના ડરથી પાકિસ્તાન ચિંતિત જોવા મળી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યુ છે કે PoKમાં કાર્યરત કેટલાક આતંકી કેમ્પોને પાછળ ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી કેમ્પોને LOC પાસે બનેલા લોન્ચ પેડ તરફ ખસેડવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યુ કે આતંકી કેમ્પમાં આતંકીઓની સંખ્યા વધી છે.

LOC પરથી પાકિસ્તાને આતંકી કેમ્પો પાછા ખસેડ્યા?

પાકિસ્તાનની ખુફિયા એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલીજન્સ એક્ટિવ છે અને જમ્મુ કાશ્મીરમાં સક્રિય પોતાના આતંકીઓ પર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનું દબાણ કરી રહી છે. ISIએ આ આતંકી સંગઠનોને ચેતવ્યા છે તે જો તેઓ મોટો હુમલો કરવામાં સફળ નહીં થાય તો તેમને પાકિસ્તાનથી મળતું ફંડિંગ રોકી દેવાશે.

અનંતનાગમાં સેનાનું ઓપરેશન તેજ

જમ્મુ-કાશ્મીરમાં સેનાના ત્રણ જવાન શહીદ થતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અને આતંકીઓને પકડવાનું ઓપરેશન તેજ ચાલી રહ્યુ છે. સુરક્ષા દળો ડ્રોનથી નજર રાખી રહ્યા છે. રાજોરીમાં કાલે એક મુઠભેડમાં શહીદ રાઇફલમેન રવિકુમારનો પાર્થિવ દેહ કિશ્તવાડ સ્થિત તેમના આવાસ પર લવાયો ત્યારે માહોલ ગમગીન બન્યો હતો.

આ પણ વાંચોઃ કંગાળ પાકિસ્તાનની એરલાઇન્સ પણ ફડચામાંઃ સાઉદીમાં પ્લેન રોકાયુ

Back to top button