મનોરંજન

ગદર 2ના ડિરેક્ટરનો નસીરુદ્દીન શાહને જવાબ- પહેલા ફિલ્મ જુઓ, મારો દાવો છે, અભિપ્રાય બદલાઈ જશે…

Text To Speech
  • અનિલ શર્માએ નસીરુદ્દીન શાહને વિનંતી કરી છે કે પહેલા ફિલ્મ જોવા જાઓ. આ સાથે અનિલ શર્માએ પણ દાવો કર્યો છે કે ફિલ્મ જોયા પછી તેમનું નિવેદન પણ બદલાઈ જશે.

તાજેતરમાં નસીરુદ્દીન શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદને સોશિયલ મીડિયા સહિત બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. નસીરુદ્દીને તેમના એક ઇન્ટરવ્યુ દરમિયાન ગદર 2, ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોના હિટ થવાના ટ્રેન્ડને ખતરનાક ગણાવ્યો હતો.

ફિલ્મ ગદર 2ના દિગ્દર્શક અનિલ શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નસીર સાહબે ગદર 2 વિશે જે કહ્યું તે મે સાંભળ્યું છે, સાંભળીને હું હેરાન પરેશાન થઈ ગયો છું, નસીર સાહેબ મને સારી રીતે ઓળખે છે અને તેઓ એ પણ જાણે છે કે હું કઈ વિચારધારાનો છું. તે ગદર 2 વિશે આવી વાતો કહી રહ્યો છે, જે વિચારીને મને આશ્ચર્ય થાય છે.

ગદર 2 કોઈ સમુદાયની વિરુદ્ધ નથી- અનિલ શર્મા

અનિલ શર્માએ વધુમાં કહ્યું કે, હું કહેવા માંગુ છું કે ગદર 2 કોઈ સમુદાય વિરુદ્ધ નથી. તે કોઈ દેશની વિરુદ્ધ પણ નથી. ગદર 2 પોતાનામાં જ દેશભક્તિથી ભરેલી ફિલ્મ છે. તે સિક્વલનો એક ભાગ છે. જેને લોકો વર્ષોથી નિહાળી રહ્યા છે. તેથી હું નસીર સાહેબને કહેવા માંગુ છું કે એકવાર તેઓ ગદર 2 જોશે પછી તેઓ ચોક્કસપણે તેમનું નિવેદન બદલશે. હું તેમના અભિનયનો ચાહક રહ્યો છું. જો તેમણે આવું કહ્યું હોય તો હું તેમને એક વાર ફિલ્મ જોવા વિનંતી કરું છું. મેં હંમેશા ફિલ્મમાં મજાને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવ્યું છે. મેં આમાં ક્યારેય કોઈ રાજકીય પ્રચાર કર્યો નથી. નસીર સાહેબ પોતે આ વાતથી વાકેફ છે.

આ પણ વાંચો: ‘જવાન’ની આંધી વચ્ચે પણ ‘ડ્રીમ ગર્લ 2’ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી

Back to top button