ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ દિવસે 7 વિકેટે 338 રન બનાવ્યા, રિષભ પંતની શાનદાર સદી

Text To Speech

એજબેસ્ટન ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5મી પુનઃ નિર્ધારિત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી ટોપ ઓર્ડરની નિષ્ફળતાને કારણે ભારતે 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 6ઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરીને ભારતીય ઈનિંગને આગળ ધપાવી હતી. પંતે 89 બોલમાં તેની પાંચમી ટેસ્ટ સદી ફટકારી હતી, જ્યારે જાડેજાએ તેની 18મી ફિફ્ટી ફટકારી હતી. પંત 146 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના સૌથી સફળ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને વરસાદથી પ્રભાવિત સવારના સત્રમાં દબાણ ઊભું કર્યું હતું. ભારતે લંચ સુધીમાં 53 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદના કારણે લંચ બ્રેક 20 મિનિટ વહેલો લેવો પડ્યો હતો.

એન્ડરસને ઓપનર શુભમન ગિલ (24 બોલમાં 17 રન) અને ચેતેશ્વર પૂજારા (46 બોલમાં 13)ને બીજી સ્લિપમાં જેક્સ ક્રોલીના હાથે કેચ આપીને ઈંગ્લેન્ડને સફળતા અપાવી હતી. વિહારી પોટસ દ્વારા લેગ બિફોર આઉટ થયો હતો. ત્યારબાદ તેણે કોહલીને પેવેલિયન મોકલી દીધો. ભારત બહાર તેની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ અય્યરે પોટ્સને ત્રણ ચોગ્ગા ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી પરંતુ તે 11 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

Back to top button