અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

વરસાદની આગાહી વચ્ચે જાણો ક્યારે પડશે અમદાવાદમાં વરસાદ?

Text To Speech
  • બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે
  • અમદાવાદમાં ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરે વરસાદ પડવાની શક્યતા
  • જન્માષ્ટમીની સાંજથી રાજ્યમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે

અમદાવાદઃ જન્માષ્ટમીની સાંજથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી, જોકે હવે વરસાદે હાથતાળી આપતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે. આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે.
સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ ગયો હતો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થઈ નહોતી.

છેલ્લા 24 કલાકથી વરસાદનું નામોનિશાન નથી

જન્માષ્ટમીથી ફરી વરસાદનાં મંડાણ થતાં લોકોમાં હરખ છવાયો હતો. અલબત્ત, હવે વરસાદનું નામોનિશાન નથી. આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારે 86.26 ટકા વરસાદ પડ્યો હોઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

વરસાદની આગાહી વચ્ચે જાણો ક્યારે પડશે અમદાવાદમાં વરસાદ? Hum dekhenge news

ક્યારે ક્યાં પડશે વરસાદ?

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ આગાહી મુજબ આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે. 15,16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 18 સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની વકી છે.

અમદાવાદીઓ આ તારીખે રેઇનકોટ સાથે રાખજો

બીજી તરફ હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસા જેવો સાર્વત્રિક વરસાદનો માહોલનો ઊભો થઈ શકે છે તેમ હવામાન નિષ્ણાતો જણાવે છે. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગે 17 અને 18 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Back to top button