ગુજરાત

સુરતના અડાજણની જમીનને NA કરવાનો ઈનકાર થતા હાઈકોર્ટે સરકારને ટકોર કરી

  • કલેક્ટર આયુષ ઓકને હાઇકોર્ટ સમક્ષ હાજર રાખવા માટે નિર્દેશ
  • વર્ષ 2023માં જમીન બિનખેતી કરવા માટેની અરજી કલેક્ટર સમક્ષ કરી હતી
  • મૂળ માલિકે સેટલમેન્ટ કમિશ્નર જોડે જમીનની માપણી કરાવી હતી

સુરતના અડાજણની જમીનનો NA કરવાનો ઈનકાર થયો છે. તેમાં HCના હુકમ છતાં સાવ મામૂલી કારણો દર્શાવી NAની અરજી ફગાવેલી છે. તેમાં ગંભીર નોંધ લઈ કલેક્ટર આયુષ ઓકને રૂબરૂ હાજર થવા નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમજ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી સુરત કલેક્ટરના આદેશને પડકાર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં આસારામ કેસના સાક્ષીને મળી મારી નાખવાની ધમકી 

કલેક્ટર આયુષ ઓકને હાઇકોર્ટ સમક્ષ હાજર રાખવા માટે નિર્દેશ

સુરતના અડાજણની જમીનને બિનખેતી (નોન એગ્રિકલ્ચરલ)-NA કરવાનો ઇનકાર સાવ મામૂલી કારણે કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિરલ મહેતાએ સુરતના કલેક્ટર આયુષ ઓકને હાઇકોર્ટ સમક્ષ હાજર રાખવા માટે નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, આવા કારણો આપી NA ની અરજીઓ રદ કરો છો. તમારા કલેક્ટરને બોલાવી લો. આ બીજી વાર થયું છે. પ્રસ્તુત કેસમાં અરજદાર ધીરૂભાઇ ઇસ્માલિયા તરફ્થી હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી સુરત કલેક્ટરના આદેશને પડકાર્યો છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે સુરતના અડાજણ તાલુકામાં મોજે મોટા વરાછા વિસ્તારમાં અરજદાર કેટલીક જમીન ધરાવે છે.

આ પણ વાંચો: આજે બપોરે 12 વાગે મળશે વિધાનસભાનું સત્ર, જાણો કયા વિધેયકો પર થશે ચર્ચા 

મૂળ માલિકે સેટલમેન્ટ કમિશ્નર જોડે જમીનની માપણી કરાવી હતી

આ જમીન સર્વે નંબર 554 બ્લોક નં. 520-બીની હતી. જેના મૂળ માલિકે સેટલમેન્ટ કમિશ્નર જોડે જમીનની માપણી કરાવી હતી. જે માપણી દરમિયાન જમીનમાં વધારાની જગ્યા પણ નીકળી હતી. તેથી એ વધારાની જમીનનો કાયદેસરનો નંબર પાડીને આ કેસના અરજદાર ધીરુભાઇને જમીન આપી હતી. આ સમગ્ર ઘટના 2018માં બની હતી. ત્યારબાદ 2018થી 2020 સુધી કંઇ થયું નહોતું. પરંતુ ત્યારબાદ સેટલમેન્ટ કમિશ્નરે 2020માં જમીન એલોટ કરતો એમનો જ આદેશ સ્ટે કર્યો હતો. એની સામે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે એ સ્ટે આદેશ રદ કર્યો હતો. પરંતુ 2018માં જમીન એલોટ કરવાનો જે આદેશ કર્યો હતો એ અમલમાં રહેશે કે કેમ એવી સ્પષ્ટતા થઇ નહોતી. તેથી ફરી એક અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી. વધુમાં એવા મુદ્દા રજૂ કરાયા હતા કે, હાઇકોર્ટના આદેશના આધારે અરજદારે વર્ષ 2023માં જમીન બિનખેતી કરવા માટેની અરજી કલેક્ટર સમક્ષ કરી હતી.

Back to top button