ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યના 108 પાકિસ્તાની લઘુમતીઓને ભારતીય નાગરિકતા અર્પણ કરાઈ

Text To Speech

અમદાવાદ ખાતે આજે મંગળવારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેતે જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવા માટેની દરખાસ્ત કરવામાં આવતી હોય છે અને તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે.

કોને મળે છે નાગરિકતા ?

આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.

2016થી આજ સુધી 1149 લોકોને ભારતીય નાગરિત્વ અપાઈ

અમદવાદના જિલ્લા વહીવટી તંત્રને 2016થી આજ સુધી 1149 લોકોને ભારતીય નાગરિત્વ આપવામાં આવેલુ છે. વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં શરણ મળી છે. જેમાં 2017માં 187 તેમજ 2018માં 256 અને 2019માં 205 શરણાર્થીઓ ભારતના નાગરિક બનાવવામાં આવ્યા હતા તેમજ 2020માં 65 અને 2021માં 211 નાગરિકો ભારતના નાગરિક બની અમદવાદમાં શરણ મેળવી હતી. અમદવાદ,ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

Back to top button