‘જવાન’નો દબદબોઃ પાંચ દિવસમાં કરી 550 કરોડની કમાણી
- પાંચ દિવસમાં જવાનનો બિઝનેસ 550 કરોડને પાર
- કિંગ ખાનની જવાન તોડી રહી છે અનેક રેકોર્ડ
- શાહરૂખે તોડ્યો પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ
શાહરૂખખાને ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે તે બોલિવુડનો રિયલ બાદશાહ છે. તેની ફિલ્મ ‘જવાન’ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ એક્શન-થ્રિલર ફિલ્મે તેની રિલીઝના પાંચ દિવસમાં વિશ્વભરમાં 550 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે.જવાન 7મી સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી ત્યારથી આ ફિલ્મ માત્ર ઘર આંગણે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે.
દરરોજ વધી રહ્યો છે બિઝનેસ
ફિલ્મ દરરોજ તાબડતોડ કમાણી કરી રહી છે. તેમાં કોઈ બેમત નથી કે, સોશિયલ મેસેજ સાથે બનેલી આ ફિલ્મને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે પસંદ કરવામાં આવી રહી છે.માસ એન્ટરટેનર આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડિરેક્ટર એટલી સાથેનું પ્રથમ કોલોબ્રેશન છે, પરંતુ નયનતારા અને વિજય સેતુપતિ સાથે પણ કિંગ ખાને પહેલી વખત સ્ક્રીન શેર કરી છે.
‘જવાન’ના કહેરના કારણે બોક્સ ઓફિસ પર હાલમાં મોટામાં મોટી ફિલ્મનો જાદુ પણ ફીકો પડી રહ્યો છે. આ પહેલા ફિલ્મના નામે સૌથી ઓછા દિવસોમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ બન્યો છે. ‘જવાન’એ આ સિવાય પણ અનેક રેકોર્ડ બનાવ્યા છે.
ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેણે 5 દિવસમાં 550 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કિંગ ખાનની આ ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં જ દુનિયાભરમાં 520 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ચાર દિવસમાં સ્થાનિક બજારમાં જવાનનું કુલ કલેક્શન 343.80 કરોડ રૂપિયા હતું, જ્યારે વિદેશી બજારોમાં ચાર દિવસમાં 177 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.
300 કરોડના બજેટમાં બનેલી ફિલ્મની ધૂમ કમાણી
300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં તેની કિંમત કરતાં વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વિશ્વભરમાં ત્રણ અલગ-અલગ ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાનની આ ફિલ્મે તેની રિલીઝ પછી ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, કિંગ ખાને પણ તેની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ પણ વાંચોઃ બોક્સ ઓફિસ પર ફિલ્મ રિલીઝના 4 જ દિવસે જવાનની કમાણી અધધત! શાહરૂખ ખાનની ફિલ્મે બનાવ્યા 10 રેકોર્ડ