ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટી, પાવર ટ્રાન્સમિશન લાઇન સમુદ્રની નીચે નાખવાનો કરાર
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સમુદ્રની અંદર પાવર ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત અને સાઉદી અરેબિયાના પાવર ગ્રીડને પાવર ટ્રાન્સમિશન લાઈનો દ્વારા જોડવામાં આવશે. G20 બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટી માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
His Royal Highness Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud and I had very productive talks. We reviewed our trade ties and are confident that the commercial linkages between our nations will grow even further in the times to come. The scope for cooperation in grid… pic.twitter.com/UalSTDmrTY
— Narendra Modi (@narendramodi) September 11, 2023
ભારત-સાઉદી અરેબિયાને પાવર ગ્રીડ દ્વારા જોડવામાં આવશે
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પાવર ટ્રાન્સમિશનના ક્ષેત્રમાં ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સમુદ્રની અંદર પાવર ટ્રાન્સમિશન લાઇન બિછાવીને ભારત અને સાઉદી અરેબિયાના પાવર ગ્રીડને જોડવા માટે એક એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની પહેલ હેઠળ બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મદદ કરશે. પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું કે સાઉદી અરેબિયા સાથે ગ્રીડ કનેક્ટિવિટી, રિન્યુએબલ એનર્જી, ખાદ્ય સુરક્ષા, સેમિકન્ડક્ટર્સ અને સપ્લાય ચેઇનમાં સહયોગની અપાર સંભાવનાઓ છે.