ગુજરાતમાં ગરીબોની સારવારના નામે નાણાં પડાવવાનો ખેલ
- પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર
- ગુજરાતમાં 1.36 લાખ કાર્ડમાં ફ્રોડ, 6,690 કાર્ડ તપાસના દાયરામાં
- ખાનગી હોસ્પિટલો ખોટી રીતે નાણાં પડાવી રહી હોવાનું પણ સામે આવ્યું
ગુજરાતમાં ગરીબોની સારવારના નામે નાણાં પડાવવાનો ખેલ થઇ રહ્યો છે. જેમાં આયુષ્યમાન કાર્ડના શંકાસ્પદ લાભાર્થી, ફ્રોડ મામલે ગુજરાત દેશમાં ટોચ ઉપર છે. તેમાં ગુજરાતમાં 1.36 લાખ કાર્ડમાં ફ્રોડ, 6,690 કાર્ડ તપાસના દાયરામાં છે. તેમજ 19 હજારથી વધુ કાર્ડમાં કોઈ પણ જાતની ઠગાઈ થઈ ન હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના કલેક્ટરોની “કામગીરી” બાબતે મહેસૂલ વિભાગના મનોજ દાસની કડક સુચના
પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર આપતી પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે. દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 2.47 લાખ આયુષ્યમાન કે મા કાર્ડ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જે પૈકી 1.36 લાખ કાર્ડમાં ફ્રોડ કે છેતરપિંડી થયાનું ખૂલ્યું છે. આ ઉપરાંત 77 હજારથી વધુ કાર્ડમાં નિર્ણય લઈ શકાયો નથી. 19 હજારથી વધુ કાર્ડમાં કોઈ ઠગાઈ ન હોવાનું ખૂલ્યું છે જ્યારે 8200થી વધુ કાર્ડના કિસ્સા પડતર છે તેમજ 6690 કાર્ડ તપાસ અંતર્ગત છે.
આ પણ વાંચો: અમદાવાદનો આ વ્યસ્ત રહેતો રોડ કાયમી ધોરણે બંધ કરવા વિચારણા
શંકાસ્પદ લાભાર્થી હોય તો તેવા કિસ્સામાં સિસ્ટમમાં ટ્રીગર એલર્ટ વાગે છે
પીએમજેએવાયમાં કોઈ શંકાસ્પદ લાભાર્થી હોય તો તેવા કિસ્સામાં સિસ્ટમમાં ટ્રીગર એલર્ટ વાગે છે. મોબાઈલ નંબરમાં ગરબડ હોય, લાભાર્થીનો ચહેરો મળતો આવતો ન હોય, એક જ પરિવારમાં એક જ લાભાર્થીના એક કરતાં વધુ કાર્ડ બન્યા હોય, ખોટા લાભાર્થી હોય, અસ્પષ્ટ બાબત હોય, વધુ કાર્ડ બનાવવા માટે એક જ દસ્તાવેજનો ઉપયોગ કરવા જેવી બાબતો સિસ્ટમમાં ધ્યાને આવે કે તૂર્ત જ ટ્રીગર એલર્ટ મળતું હોય છે. આમ શંકાસ્પદ કાર્ડના ફ્રોડ મામલે ગુજરાત દેશમાં ટોચ ઉપર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠગાઇ કરવાની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી
ખાનગી હોસ્પિટલો ખોટી રીતે નાણાં પડાવી રહી હોવાનું પણ સામે આવ્યું
ગુજરાતમાં 7.65 લાખથી વધુ કિસ્સામાં ટ્રીગર્સ એલર્ટ જારી કરાયું હતું. શંકાસ્પદ લાભાર્થીની તપાસ માટે ખાસ ટીમને કામ સોંપવામાં આવ્યું હતું. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ બાબત ઉઘાડી પાડી છે. શંકાસ્પદ કાર્ડના કિસ્સામાં દેશમાં ફ્રોડના 40.81 ટકા કેસ છે. દેશની આ સરેરાશ સામે ગુજરાતમાં 55 ટકા જેટલા કિસ્સામાં ફ્રોડ હોવાનું ખૂલ્યું છે. રાજ્યોની તપાસ પછી આ બાબત ઉજાગર થઈ છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો ખોટી રીતે નાણાં પડાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.