નેશનલ

મહારાષ્ટ્ર થાણે દુર્ઘટના: 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકના મોત

Text To Speech

થાણે: મહારાષ્ટ્રના થાણેમાં લીફ્ટ તૂટી પડવાથી દુર્ઘટના સર્જાઈ છે. થાણેના બાલકુમ વિસ્તારમાં 40 માળની રૂનવાલ એરિન બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું એ સમયે લિફ્ટ ધરાશાયી થતાં 7 કામદારોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ જેનું બાંધકામ પૂરું થયું હતું તે ઈમારતની છત પર વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું.

બિલ્ડિંગનું કામ કાજ પુર્ણ કરીને શ્રમિકો લિફ્ટમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરતાં આ અકસ્માત સર્જાયો હતો અને લિફ્ટ તૂટી પડી હતી, જેથી ત્યાં કામ કરતાં શ્રમિકોના મોત થયા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામદારોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: શાંતિના મેસેજ સાથે PMએ કર્યુ G20 સમિટનું સમાપન, બ્રાઝિલને સોંપી અધ્યક્ષતા

Back to top button