ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જાણો શું છે વરસાદ મામલે આગાહી

  • ઓગસ્ટ મહિનામાં છેલ્લા 10 વર્ષમાં નહીવત બરાબર વરસાદ થયો
  • હવામાન વિભાગની રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી
  • અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદ મામલે આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. જેમાં હવામાન વિભાગની રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેથી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં પણ મધ્ય વરસાદ વરસે તેવી આગાહી સાથે અત્યાર સુધી રાજ્યમાં 98 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા ત્રણ દિવસમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં સરેરાશ 3.12 ટકા વરસાદ થયો છે. એક મહિનાના વિરામ બાદ સારા વરસાદની આશા વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ જ થયો છે. પરંતુ આ વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં 15 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતરને જીવતદાન મળ્યુ છે. સૌથી વધુ કપાસ, મગફળી, દિવેલા, સોયાબીન સહિતના વાવેતરને ફાયદો થયો છે. વાવેતરને પિયત આપવાની ફરજ પડી રહી હતી તે હળવા વરસાદને કારણે થોડા દિવસ માટે સમસ્યા ટળી છે. જો કે હજુ મોસમના કુલ વરસાદની સામે 29 ટકાની ઘટ પ્રવર્તી રહી છે.

ઓગસ્ટ મહિનામાં છેલ્લા 10 વર્ષમાં નહીવત બરાબર વરસાદ થયો

અલનીનોની અસર હેઠળ ઓગસ્ટ મહિનામાં છેલ્લા 10 વર્ષમાં નહીવત બરાબર વરસાદ થયો છે. ત્યારે એક તરફ ચોમાસુ આગળ વધી રહ્યુ છે અને વરસાદની ઘટ વધતી જ જાય છે. હાલ પુરતું હળવા વરસાદથી ખેડૂતોએ રાહત મેળવી છે પરંતુ હજુ સારા રાઉન્ડની આશા સેવાઈ રહી છે. ગત વર્ષે આ સમય ગાળા દરમિયાન 110 ટકા વરસાદ થઈ ગયો હતો. તેની સામે આ વર્ષે 71.08 ટકા જ વરસાદ થયો છે. હજુ આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વરસાદની ઘટ પુરાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ એક લો-પ્રેશર બનતાં તા.15મીથી વરસાદી માહોલ સર્જાવાની આશા

જન્માષ્ટમી પહેલાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને પગલે બુધવારથી શુક્રવાર રાત સુધી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. જો કે મધ્યપ્રદેશ સુધી પહોંચેલુ લો-પ્રેશર વિપરીત પરિબળોને કારણે ગુજરાત સુધી ન પહોંચતાં ભારે વરસાદ થયો નથી. હવે પાંચ દિવસ સુધી ઉઘાડ નીકળ્યા બાદ ફરીથી લો-પ્રેશર સર્જાશે તેવુ હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. બીજા લો-પ્રેશરને કારણે આગામી તા.15મીથી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે. આ લો-પ્રેશર ગુજરાત સુધી પહોંચશે તો મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની આશા રહેલી છે.

આગામી પાંચ દિવસ સુધી હવે વરસાદની શક્યતાઓ નહીંવત

ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. જ્યારે શનિવારથી વરસાદે વિરામ લઈ લીધો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંય ઝાપટાં પણ થયાં નથી. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 14 સપ્ટેમ્બર સુધી ઉ.ગુ.માં વરસાદ થવાની શક્યતાઓ નથી અને વાતાવરણ શુષ્ક રહી શકે છે. પરિણામે ફરીથી બાફ અને ઉકળાટમાં વધારો થઈ શકે છે. ત્રણ દિવસ સુધી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ વરસાદના ટૂંકા રાઉન્ડ બાદ ફરીથી મહત્તમ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે.

Back to top button