Sawan 2023: આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, રાશિ પ્રમાણે કરો આ કામ
- 11 સપ્ટેમ્બરે શરૂ થયેલો શ્રાવણ 17 ઓગસ્ટે પુરો થશે
- હર હર ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજ્યા
- શિવજીને રીઝવવા ભક્તોની થઇ પડાપડી
આજે 11 સપ્ટેમ્બરે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થયો હતો. તેની પૂર્ણાહૂતિ 15 સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ થશે. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. આજે શિવાલયો વહેલી સવારથી જ હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. શ્રાવણના છેલ્લા સોમવારે ભોળેનાથને રીઝવવા ભક્તો ઉમટી પડ્યા છે. આજે રાશિ પ્રમાણે શિવજીનું પૂજન કરવાથી અદ્ભૂત ફળ મળશે.
શ્રાવણનાં છેલ્લા સોમવારે કરો આ એક ઉપાય
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથ વિશે એવુ માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે. જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે. શ્રાવણમાં કરેલી શિવની પૂજાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત કુંડળીમાં ગ્રહ દોષ હોય અને કાર્યમાં સમસ્યા આવી રહી હોય તો રાશિ પ્રમાણે આવી રીતે શિવને પ્રસન્ન કરવાથી કષ્ટના અંત થાય છે.
મેષ
આ રાશિના જાતકોએ શ્રાવણમાં શિવજીને આંકડાના ફૂલ ચઢાવા જોઈએ. કારણકે આ રાશિનો સ્વામી મંગળ છે. આથી એને દરેક મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. હનુમાનજીને શિવજીના અંશવતાર ગણાય છે આથી હનુમાનજીની પૂજાથી પણ લાભ મળે છે.
વૃષભ
આ રાશિના જાતકોના સ્વામી શુક્ર છે. શુક્રાચાર્યએ અસુરોના ગુરૂ ગણાય છે. શુક્રાચાર્ય પણ શિવજીના ભક્ત હતા. આથી શુક્રને પ્રસન્ન કરવા માટે છેલ્લા સોમવારે અને શક્ય હોય તો દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો.
મિથુન
આ રાશિના જાતકોએ શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ પર 3 બિલી પત્ર ચઢાવવા જોઇએ. મિથુન રાશિના લોકોનો સ્વામી છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દરેક બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. બુધવારે જ કોઈ કિન્નરને ધનનું દાન કરો.
કર્ક
આ રાશિ વાળા લોકોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને ચંદન અને ચોખા ચઢાવવા જોઇએ. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવું જોઈએ. સાથે જ, ચંદ્રથી સંબંધિત વસ્તુ દૂધનું દાન કરવું જોઈએ.
સિંહ
આ રાશિના જાતકો આજે શિવલિંગ પાસે ઘીનો દીપક પ્રગટાવે. આ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્યદેવની પૂજા કરો. રોજ સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય રોજ કરો.
કન્યા
આ રાશિના જાતકો શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર 11-1 1 બિલી પત્ર અર્પિત કરો. છેલ્લા સોમવારે આ કામ ખાસ કરો. કન્યા રાશિના સ્વામી ગ્રહ છે બુધ. દર બુધવારે શિવજીના પુત્ર ભગવાન ગણેશને દૂધ ચઢાવો નિયમિત રૂપથી પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી બધા પ્રકારના ગ્રહ દોષોની શાંતિ થઈ જાય છે.
તુલા
આ રાશિના જાતકો શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીને માખણ અને સાકરના ભોગ ચઢાવો. આ રાશિનો સ્વામી શુક્ર જ છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ જરૂરિયાત માણસને વસ્ત્રનુ દાન કરો.
વૃશ્ચિક
આ રાશિના જાતકો આજે શિવલિંગ પર કાચું દૂધ અર્પિત કરો. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દરેક મંગળવારે શિવજીના અંશવતાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને મસૂરની દાળનું દાન કરો. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો.
ધન
શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર બિલી પત્ર અને આંકડાના ફૂલ ચઢાવો. આ રાશિનો સ્વામી દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુ જેમકે પીળા ફૂલ ચઢાવો. પ્રસાદમાં ચણાની દાળ અને બેસનના લાડુનો ભોગ ચઢાવો.
મકર
આ રાશિના જાતક શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચઢાવે. આ રાશિનો સ્વામી છે શનિ. દરેક શનિવારે શનિ માટે તલ અને કાળી અડદનું દાન કરો. કોઈ ગરીબને કાળા ધાબડાનું દાન કરો. શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી હંમેશા લાભ થાય છે.
કુંભ
આ રાશિના જાતકો શ્રાવણ માસમાં કેસર અને દૂધને જળમાં મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. કોઈ ગરીબને છત્રીનું દાન કરો.
મીન
આ રાશિના જાતકો શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીને ચોખા અને ચંદન ચઢાવે. બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસના છેલ્લા ગુરૂવારે આખી હળદરનું દાન કરો. પણ ધ્યાન રાખો કે હળદર ક્યારે પણ શિવજી પર ન ચઢાવો. પીળા રંગના અન્નના દાન કરો. શિવજીને બેસનના લાડુનો ભોગ ચઢાવો.
આ પણ વાંચોઃ Sawan 2023: શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ