આ તારીખથી બદલાઈ રહ્યો છે અંબાજી મંદિરના દર્શનનો સમય…
- ભાદરવી પુનમ મહામેળાને લઈને અંબાજી મંદિરના દર્શનનો સમય બદલાશે.
અંબાજી મંદિર: યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે હવે ભાદરવી પુનમના મહામેળાને લઈને યાત્રાધામ અંબાજીમાં આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાદરવા સુદ-08(આઠમ) તારીખ 23/09/2023 થી ભાદરવા સુદ-15(પુનમ) તારીખ 29/09/2023 સુધી ભાદરવી પુનમનો મહામેળો અંબાજી ખાતે યોજાતો હોવાથી આરતી તેમજ દર્શનનો સમય નીચે મુજબ રહેવાની જાહેર જનતાને નોંધ લેવા વહીવટીતંત્રે વિનંતી કરવામાં આવી છે.
ભાદરવી પુનમના મહામેળાને લઈને આરતી તેમજ દર્શનનો સમય નીચે મુજબ રહેશે:
લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી પહોંચે છે અંબાજી
ભાદરવી પૂનમનું અંબાજી ખાતે અનેરૂ મહત્વ છે. અહીં દૂર દૂરથી ભાવીકો દર્શન માટે આવતા હોય છે ત્યારે માતાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી નીકળતા હોય છે. ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી ભાદરવી પૂનમનું ના મેળામાં આવતા ભક્તોના સમૂહ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજાવે છે.
અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ:
બનાસકાંઠા: અંબાજી મંદિરમાં VIP દર્શન મુદ્દે મોટો નિર્ણય
યાત્રાધામ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપો અને સવાલો બાદ મંદિર ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને મા અંબાનાં દર્શને આવતા સેંકડો માઇભક્તોમાં જાણે અમીર-ગરીબની ભેદરેખા દૂર થઇ હોવાનો અહેસાસ અને આનંદ પ્રવર્ત્યો છે.
આ પણ વાંચો: ફરી અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?