શાંતિના મેસેજ સાથે PMએ કર્યુ G20 સમિટનું સમાપન, બ્રાઝિલને સોંપી અધ્યક્ષતા
- બ્રાઝિલના રાષ્ટ્રપતિને G20ના અધ્યક્ષ પદની જવાબદારી સોંપાઇ
- પીએમ મોદી નવેમ્બરમાં કરશે વર્ચ્યુઅલ મીટિંગ
- PMએ મંગલકામના સાથે ભારતીઓનો આભાર માન્યો
ભારતની અધ્યક્ષતામાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસીય G-20 સમિટનું આયોજન કરાયુ હતુ. આ દરમિયાન ગ્રુપમાં આફ્રીકી સંઘને સામેલ કરાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે વન ફ્યૂચર વિષય પર ચર્ચા બાદ G20 સમિટના સમાપનની જાહેરાત કરી હતી. શાંતિ માટેની પ્રાર્થના સાથે G20 શિખર સંમેલનનું સમાપન કરીને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડા સિલ્વાને G20ના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી.
આ દરમ્યાન પીએમ મોદીએ તમામ નેતાઓને આગ્રહ કર્યો કે, નવેમ્બરના અંતમાં ફરી એક વાર વર્ચુઅલ માધ્યમથી મળીએ અને આ મીટિંગ દરમ્યાન લેવામાં આવેલા નિર્ણયની સમીક્ષા કરીએ. સમાપનની જાહેરાત કરતા ભારતીય પીએમે કહ્યું કે, સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય. 140 કરોડ ભારતીયો આ મંગલકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
India passes the gavel to Brazil.
We have unwavering faith that they will lead with dedication, vision and will further global unity as well as prosperity.
India assures all possible cooperation to Brazil during their upcoming G20 Presidency. @LulaOficial pic.twitter.com/twaN577XZv
— Narendra Modi (@narendramodi) September 10, 2023
પીએમ મોદીએ કહ્યું કે, જેવું આપ સૌ જાણો છો, ભારત પાસે નવેમ્બર સુધી જી 20ની અધ્યક્ષતાની જવાબદારી છે. હજુ અઢી મહિનાનો સમય બાકી છે. આ બે દિવસમાં આપ સૌએ અહીં અનેક વાતો રજૂ કરી. સૂચનો આપ્યા. ઘણા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા. આપણે એ જવાબદારી છે કે, જે સૂચનો આવ્યા છે, તેને ફરી એક વાર જોવામાં આવે અને તેની પ્રગતિમાં કેવી રીતે ગતિ લાવી શકાય તેના વિશે વાત થાય.
પીએમ મોદીએ કહ્યું કે, મારો પ્રસ્તાવ છે કે, આપણે નવેમ્બરના અંતમાં જી20નું એક વર્ચુઅલ સેશન રાખીએ. આ સેશનમાં આપણે આ સમિટ દરમ્યાન નક્કી કરેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. આ બધાની ડિટેલ અમારી ટીમ આપની સાથે શેર કરશે. હું આશા રાખુ છું કે, આપ બધા તેમાં જોડાશો.
પોતાના આગવા અંદાજમાં પીએમ મોદીએ કહ્યું કે, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરનો રોડ મેપ સુખદ હોય. સ્વસ્તિ અસ્તુ વિશ્વસ્ય યાની સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય. 140 કરોડ ભારતીયો આ મંગલ કામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાતની લેશે મુલાકાતે, ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ