ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ફરી અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

  • 10 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ મજબૂત થશે
  • 12 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી વરસાદની આગાહી

આખો ઓગસ્ટ મહિનો લોકોએ અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ હતી. રાજ્યમાં ઠેર-ઠેર પર્જન્ય યજ્ઞ સહિતના વિધિ-વિધાન કરીને લોકોએ મેઘરાજાના મનામણા શરૂ કર્યા હતા. જોકે, ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીના તહેવારથી રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.

વરસાદી સિસ્ટમ થશે રિટર્નઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.

ફરી અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ જાણો hum dekhenge news

2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે

અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુંકાશે અને નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

નદીઓમાં પાણીની સપાટી વધી

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. ડાંગ જિલ્લામાં તો ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. પૂર્ણા નદીની હાલની સપાટી 18 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીમાં પણ હાલ સપાટી વધીને 12 ફૂટ થઈ ગઈ છે. સારા વરસાદથી ખરીફ પાકને જીવનદાન મળ્યું હોઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે. નવસારીમાં બે દિવસથી મેઘ મહેર યથાવત છે.

આ પણ વાંચોઃ ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત: કોંગ્રેસ

Back to top button