ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાતની લેશે મુલાકાતે, ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં આપશે હાજરી.
- રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભા સત્રની શરુઆત થશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ બે દિવસની મુલાકાતમાં તે લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધિત પણ કરશે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ 12 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની E – Assemblyનું લોકાર્પણ કરશે. આ સિવાય રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.
આ પણ વાંચો: ADITYA L1 ત્રીજા જમ્પ દ્વારા પૃથ્વીની ત્રીજી પ્રદક્ષિણા પૂર્ણ કરી, હવે 15 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ દિવસ