ગુજરાત

ગુજરાત: વિદેશથી આવતા જોબવર્કમાં સીધો 50 ટકાના ઘટાડાથી હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું

  • હીરા વર્કનો ક્રેઝ આજથી બે વર્ષ પહેલાં વધુ જોવા મળતો હતો
  • ઘડિયાળ, બ્રેસલેટ, પેન્ડન્ટ, બેલ્ટ સહિતની વસ્તુ પર હીરા ચોટાડવાનો ક્રેઝ ઘટ્યો
  • વિદેશથી વેલ્યુ એડિશન માટે આવતી વસ્તુઓ 50 ટકા સુધીનો ઘટાડો થયો

ગુજરાતમાં વિદેશથી આવતા જોબવર્કમાં સીધો 50 ટકાના ઘટાડાથી હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેમાં ઘડિયાળ, બ્રેસલેટ, પેન્ડન્ટ, બેલ્ટ સહિતની વસ્તુ પર હીરા ચોટાડવાનો ક્રેઝ ઘટ્યો છે. વિદેશીઓ વસ્તુઓ પર વધારાના વર્ક તરીકે હીરા ચોટાડવા સુરત મોકલતા હતા જેમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: પાલિકાની સ્થાયી સમિતિની નવી ટીમમાં વર્તમાન ચહેરાઓ રિપિટ નહીં થાય

હીરા વર્કનો ક્રેઝ આજથી બે વર્ષ પહેલાં વધુ જોવા મળતો હતો

વિદેશીઓ દ્વારા પહેરવામાં આવતી વસ્તુઓ પર હીરા વર્કનો ક્રેઝ આજથી બે વર્ષ પહેલાં વધુ જોવા મળતો હતો. ત્યારબાદ કોરોનાને લીધે ધીમે ધીમે તેમાં ઘટાડો થવાના કારણે જોબવર્કમાં સીધો 50 ટકાનો ઘટાડો થયો હોવાનું હીરાઉદ્યોગકારો કહી રહ્યા છે. આ કારણોને લીધે હીરાઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. હીરાઉદ્યોગનીં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હાલ અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીનો માહોલ હોવાથી કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત: કોંગ્રેસ 

વિદેશથી વેલ્યુ એડિશન માટે આવતી વસ્તુઓ 50 ટકા સુધીનો ઘટાડો થયો

હીરાઉદ્યોગકારો કહે છે કે વિદેશોમાં કેટલાક દેશોમાં ટેક્સના દરો વધારવામાં આવતા પણ ત્યાંના લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. હાલ લોકો વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર કટ- પોલિશ્ડ હીરા અને હીરાની જ્વેલરી પર પડી રહી છે. સુરતથી મોટા પ્રમાણમાં કટ પોલિશ્ડ હીરા વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. જ્યારે ત્યાંથી પણ કેટલાક લોકો ઘડિયાળ, બ્રેસલેટ, પેન્ડન્ટ, બેલ્ટ અને મોબાઇલ સહિતની વસ્તુઓ પર ડાયમંડ વેલ્યૂ એડિશન કરવા માટે સુરતમાં મોકલે છે. છેલ્લા કેટલાક મહિનાથી વિદેશથી વેલ્યુ એડિશન માટે આવતી વસ્તુઓ 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. જેની સીધી અસર ડાયમંડ જ્વેલરી સાથે જોડાયેલા ઉદ્યોગકારો પર પડી રહી છે.

આવનારા દિવસોમાં ક્રિસમસ સહિતના તહેવારો હોવાથી વેપાર વધશે તેવા સંકેતો

લક્ઝુરિયસ વસ્તુ હોવાથી ડિમાન્ડ ઘટી છે. અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં હાલ અર્થતંત્ર મંદીમાંથી પસાર થઇ રહ્યું છે. જેને પગલે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી. પરિસ્થિતિ પ્રમાણે લોકોએ લક્ઝુરિયસ વસ્તુઓ પાછળ ખર્ચાઓમાં ઘટાડો કર્યો છે. જેની અસર હીરાઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. મંદીના લીધે વિદેશમાંથી ઘડિયાળ, બેસલેટ, પેન્ડન્ટ, બેલ્ટ સહિતની વસ્તુ પર હીરા ચોટાડવાના ઓર્ડરમાં ઘટાડો થયો છે. જોકે આવનારા દિવસોમાં ક્રિસમસ સહિતના તહેવારો હોવાથી વેપાર વધશે તેવા સંકેતો દેખાઇ રહ્યાં છે.

Back to top button