ટ્રેન્ડિંગમનોરંજન

જવાન પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, જાણો ક્યારથી જોઈ શકાશે..

Text To Speech
  • થિયેટરોમાં શાહરૂખ ખાનના જવાનનો આનંદ માણતા ચાહકો માટે સારા સમાચાર છે. આ OTT પ્લેટફોર્મ પર કિંગ ખાનની ‘જવાન’ ફિલ્મ જોઈ શકાશે.

શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ સ્ટારર જવાન 7મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે, જોરદાર એડવાન્સ બુકિંગ કલેક્શન બાદ બોક્સ ઓફિસ કલેક્શન ચાલુ છે. તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરતી જોવા મળે છે. પરંતુ કેટલાક ચાહકો ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ ઘરે બેઠા કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જોઈ શકે. તેથી જ આજે અમે તમારા માટે ફિલ્મની OTT રીલિઝ સાથે સંબંધિત વિગતો લાવ્યા છીએ,

એક ન્યૂઝ એજન્સિના અહેવાલ મુજબ, નેટફ્લિક્સ તેના રિલીઝના થોડા મહિના પછી જવાનના OTT અધિકારો ખરીદવામાં સૌથી આગળ છે. જોકે આ સત્તાવાર સમાચાર નથી. જ્યારે ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સેટેલાઇટ રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચાયા છે, જેમાં તેના ડિજિટલ રાઇટ્સ, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ પણ સામેલ છે. જ્યારે ફિલ્મ તેની રિલીઝના 45 થી 60 દિવસ પછી OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થવાની સંભાવના છે, જે ઓક્ટોબરના અંતની આસપાસ હોઈ શકે છે.

નોંધનીય છે કે એસઆરકેની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મ YRF પ્રોડક્શનની હતી. જ્યારે SRKના પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેના પ્રોડક્શન હાઉસની ફિલ્મો જેવી કે ડાર્લિંગ, બેતાલ અને બાર્ડ ઓફ બ્લડ નેટફ્લિક્સ પર રિલીઝ કરી છે. જવાનનો ઓનલાઈન મીડિયા પાર્ટનર નેટફ્લિક્સ છે, જેનો ઉલ્લેખ ફિલ્મની શરૂઆતમાં કરવામાં આવ્યો છે. એટલા માટે કહી શકાય કે દર્શકો જવાનને નેટફ્લિક્સ પર જોઈ શકશે.

તમને જણાવી દઈએ કે, જવાન લગભગ 300 કરોડ રૂપિયાના બજેટમાં બનેલ છે. જ્યારે આ ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધવાની પુરે પુરી શક્યતા છે.

આ પણ વાંચો: ગદર 2 માટે લોકોનો પ્રેમ જોઈને રડી પડ્યા સની દેઓલ

Back to top button