- વિસ્તારમાંથી એમોનિયા જેવું ઝેરી કેમિલ યુક્ત પાણી મળ્યું
- ભેંસ પાણી પી જતા મોત થયું હોવાની શક્યતા છે
- વિકાસ સહકારી મંડળીની કલેકટર અને GPCBને ફરિયાદ કરવામાં આવી
સુરતમાં ઝેરી કેમિકલ પીવાથી પશુઓ ટપોટપ મર્યા છે. જેમાં કવાસ ગામમાં 6 ભેંસોના મોતથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે. લીમલા ગામ તરફથી મૃત હાલતમાં ભેંસો મળી આવી છે. તેમજ એમોનિયા જેવું ઝેરી કેમિલ યુક્ત પાણી મળ્યું છે. તેમાં કેમિકલ યુક્ત પાણી ક્રિભકો કંપનીનું હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં સ્કૂલ સંચાલકોની બેદરકારીથી બે વિદ્યાર્થીઓના મોત થયા
વિકાસ સહકારી મંડળીની કલેકટર અને GPCBને ફરિયાદ કરવામાં આવી
આ ઘટના પછી વિકાસ સહકારી મંડળીની કલેકટર અને GPCBને ફરિયાદ કરવામાં આવી છે. હજીરા રોડ સ્થિતિ કવાસ ગામની આ ઘટના છે. કેમિકલ હેઝાર્ડને કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. જેમાં ગામના અસરગ્રસ્ત લોકોમાં અને પશુપાલકોમાં રોષ છે. ચોર્યાશી તાલુકામાં કવાસ ગામ આવ્યું છે. કવાસ ગામથી લીમલા ગામ તરફના રસ્તા પર મૃત ભેંસો મળી આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી “ગેંગ ઓફ મિરઝાપુર” જેવા હથિયારોના વેપારી ઝડપાયા
વિસ્તારમાંથી એમોનિયા જેવું ઝેરી કેમિલ યુક્ત પાણી મળ્યું
ઘટના બની તે વિસ્તારમાંથી એમોનિયા જેવું ઝેરી કેમિલ યુક્ત પાણી મળ્યું છે. જેમાં ભેંસ પાણી પી જતા મોત થયું હોવાની શક્યતા છે. તેમજ કેમિકલ યુક્ત પાણી ક્રિભકો કંપનીનું હોવાની શક્યતા છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર અને GPCBને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી દ્વારા ફરિયાદ કરાઈ છે. તેમજ શહેરના પશુ પાલકોમાં આ મામલે આકરા પગલા ભરવા માંગ કરાઇ છે.