ગુજરાત

ગુજરાતના આ વિસ્તારમાં સ્કૂલ સંચાલકોની બેદરકારીથી બે વિદ્યાર્થીઓના મોત થયા

  • મોટી સંખ્યામાં લોકો જળાશય આગળ એકઠા થઈ ગયા
  • ઘાસ કાપવા મોકલ્યા બાદ બન્ને વિદ્યાર્થીના ડૂબી જતા મોત
  • ચેકડેમના તળાવમાં નાહવા પડયા બાદ બે બાળકો ડૂબ્યા

ગુજરાતના છોટાઉદેપુરમાં સ્કૂલ સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં સંચાલકો ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈનકાર કર્યો છે. પરિવારનો ભેખડિયા શાળા સંચાલકોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ છે. તેમાં ઘાસ કાપવા મોકલ્યા બાદ બન્ને વિદ્યાર્થીના ડૂબી જતા મોત થયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી “ગેંગ ઓફ મિરઝાપુર” જેવા હથિયારોના વેપારી ઝડપાયા 

જાણો સમગ્ર મામલો:

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડિયા ગામે આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટ સંચાલિત દુર્ગમ વિસ્તાર કુમાર અને કન્યા છાત્રાલય તેમજ એક ગૌ શાળા કાર્યરત છે. છાત્રાલયના ગૃહપિતા અને ગૃહમાતા બાળકોને ગાયો માટે ઘાસચારો કપાવવા ગામના સીમાડે લઈ ગયા હતા. ઘાસ કાપી અન્ય બાળકો વાહનમાં પરત ફર્યા પરંતુ ત્રણ બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા માટે જતા રહ્યા જે પૈકી બે બાળકો પોપટ રાઠવા અને કેશવ રાઠવા ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા.

ચેકડેમના તળાવમાં નાહવા પડયા બાદ બે બાળકો ડૂબ્યા

ભેખડિયા ગામના ચેકડેમના તળાવમાં નાહવા પડયા બાદ બે બાળકો ડૂબ્યા છે. જેમાં બાળકોને ભેખડિયામાં બપોર બાદ શાળામાંથી ઘાસ કાપવા મોકલ્યા હતા. ત્યારે આ બન્ને બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. ભેખડિયા શાળા સંચાલકોની બેદરકારીને કારણે બન્ને બાળકો ડૂબ્યા હોવાનો સ્થાનિક આગેવાનનો આક્ષેપ છે. ઘાસ કાપવા ગયેલા ત્રણ છોકરા ત્યાં રહી ગયા અને તેઓ તળાવમાં ન્હાવા પડયા બાદ બે બાળકો ડૂબ્યા હતા. જો કે ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ભેખડીયા ગામે પહોંચી પોલીસ ફરિયાદની બાહેધરી આપતા મામલો ઠંડો પડ્યો અને બાળકોના મૃતદેહને પી.એમ. અર્થે મોકલાયા છે.

મોટી સંખ્યામાં લોકો જળાશય આગળ એકઠા થઈ ગયા

પોલીસે સંસ્થાના સંસ્થાપક રતન રાઠવા, ગૃહપિતા રાજેશ રાઠવા અને ગૃહમાતા કોકિલાબેન રાઠવા સામે આઇપીસી કલમ 304 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ છાત્રાલયના સંચાલકો અને કર્મચારીઓ ફરાર થઈ ગયા છે. જયારે હાલ 200 જેટલા બાળકો છાત્રાલયમાં હોવાથી તેમના વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. સાથે સંસ્થાના બેજવાબદારી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો જળાશય આગળ એકઠા થઈ ગયા હતા.

Back to top button