- મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરાવાની શક્યતા
- નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
- આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધતા ફાયદો થશે
ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમને લઇ મોટા સમાચાર આવ્યા છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમથી રૂ.11,000 કરોડની વીજળી મળી છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો છે. તથા ડેમમાં હજુ પણ પાણીની આવક થઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યના આ શહેરોમાં પડશે વરસાદ, જાણો કયા થશે જળબંબાકાર
નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. તથા ડેમની જળ સપાટી 134 મીટર પહોંચી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે.
મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરાવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો છે. તેવામાં વીજ મથકો પણ સતત ચલાવવામાં આવે છે. ત્યારે વીજ મથકોમાંથી કરોડો રૂપિયાની વીજળી પેદા થઈ રહી છે. ત્યારે આ અંગે વીજ વિભાગના અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હજુ 80% ખાલી છે પરંતુ સંપૂર્ણ ભરાઈ જશે તેવી વકી દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ પણ છે ત્યારે આ વખતે પણ નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરાય તેમ સંપૂર્ણ દેખાઈ રહ્યું છે.