ગુજરાત

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારો સમયે જ રેશનિંગ અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

Text To Speech
  • માલ ઉપાડી લઈ જવો નહિ અને દુકાન બંધ રાખવા સ્પષ્ટ સૂચના
  • અમદાવાદ જિલ્લામાં ત્રણ લાખ કાર્ડ ધારકો રઝળી પડયા
  • સાતમ આઠમના તહેવારોમાં અનાજ, ખાંડ, તેલનો જથ્થો પહોંચાડી શકાયો નથી

ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારો સમયે જ રેશનિંગ અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. જેમાં જન્માષ્ટમીના તહેવારો ટાણે ગરીબો અનાજ, ખાંડ, તેલના જથ્થાથી વંચિત છે. પૂરતો જથ્થો ન મળતાં રેશનિંગ દુકાનો બંધ રાખવા એલાન છે. તેમજ ડોર સ્ટેપ ડિલિવરી ન થાય ત્યાં સુધી દુકાનકારો માલ નહીં ઉપાડે.

આ પણ વાંચો: ગુજરાતના ગામ અને શહેરોમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી 

માલ ઉપાડી લઈ જવો નહિ અને દુકાન બંધ રાખવા સ્પષ્ટ સૂચના

અમદાવાદ જિલ્લામાં ત્રણ લાખ કાર્ડ ધારકો રઝળી પડયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં સાતમ-આઠમ, જન્માષ્ટમીના તહેવારો સમયે જ રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ગરીબ-સામાન્ય- મધ્યમ વર્ગના લાખો પરિવારો તહેવારોમાં ખાંડ, સિંગતેલ, અનાજના જથ્થાથી વંચિત રહ્યા છે. બીજી તરફ વાજબી ભાવની દુકાન સંચાલકોના એસોસિયેશને એલાન કર્યું છે કે, જ્યાં સુધી પૂરતો જથ્થો અને વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દુકાનદારો માલ ઉપાડશે નહિ, દુકાને માલ લઈ જશે નહિ અને વિતરણ પણ નહિ કરે. ડોર સ્ટેપ ડિવિલરીની વ્યવસ્થા ન હોય તો માલ ઉપાડી લઈ જવો નહિ અને દુકાન બંધ રાખવા સ્પષ્ટ સૂચના અપાઈ છે.

સાતમ આઠમના તહેવારોમાં અનાજ, ખાંડ, તેલનો જથ્થો પહોંચાડી શકાયો નથી

વાજબી ભાવની દુકાન સંચાલકોના એસોસિયેશનનું કહેવું છે કે, ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં અનાજનો પૂરતો જથ્થો દર માસની પહેલી તારીખે ગોદામથી પહોંચાડી દેવાની બાંયધરી અપાઈ હતી, જોકે સાતમ આઠમના તહેવારોમાં અનાજ, ખાંડ, તેલનો જથ્થો પહોંચાડી શકાયો નથી. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ગોદામોમાં ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાક્ટ થયા નથી, જેના કારણે ગોદામના મેનેજરો દુકાનદારોને પોતાના વાહનો લઈ આવીને, જાતે અનાજનો જથ્થો લઈ જવાની ફરજ પાડી રહ્યા છે.

Back to top button