ટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં ભયાનક અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત

Text To Speech

તમિલનાડુના સેલમમાં આજે સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. ફુલ સ્પીડે આવી રહેલી કાર રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઘુસી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં કારનો કુરચો બોલાઈ ગયો છે. આજે સવારે 4 વાગે થયેલા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ભયાનક અકસ્માતનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સાલેમ-કોઈમ્બતુર નેશનલ હાઈવે પર એક ટ્રક રોડની કિનારે ઉભી હતી. દરમિયાન વહેલી સવારે 4 વાગ્યાના સુમારે પેરુન્થુરાઈ તરફ જઈ રહેલી એક ઝડપી વાન પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે વાનમાં આઠ લોકો હાજર હતા, જેમાં મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઈરોડ જિલ્લાના એગુરના રહેવાસી હોવાનું કહેવાય છે.

અકસ્માતનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ

કારમાં સવાર 2 અન્ય વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને તરત હોસ્પિટલ લઈ ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. હાઈવે પર સીસીટીવી કેમેરો લાગેલો હતો, જેમાં આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ થઈ ગયો હતો.

આ પણ વાંચો: ઉધયનિધિના નિવેદનને લઈને મલેશિયા પહોંચ્યો વિવાદ, હિન્દુ સંગઠને કરી કાર્યવાહીની માંગ

Back to top button