રાજકોટમાં પોલીસ પર હુમલો, 25 સામે ફરિયાદ, 10 લોકોની અટકાયત
સાતમ- આઠમ પહેલા ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ ખુણે ખાંચરે કે બંધ ઘરોમાં કે દુકાનોમાં જુગાર રમતા હોય છે. તો આવામાં પોલીસ પણ સતર્ક રહી કામગીરી કરતી હોય છે, ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં પણ શ્રાવણીયો જુગાર રમાતો હાવાની બાતમી પોલીસને મળી હતી જેથી ગઈકાલે રાતે પોલીસની ટીમ અહીં દરોડા પાડવા ગઈ હતી અને જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી ત્યારે જુગારીઓને છોડાવવા માટે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25થી 30 લોકોનું ટોળું ઘસી આવ્યું હતું. અને તેઓએ પોલીસ સ્ટેશન ખાતે ખોટી રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં જ ગાળો બોલી પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી જેથી આ મામલામાં પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી.જ્યારે અન્ય કેટલાક લોકો અહીંથી ફરાર થઈ ગયી હતી જેમને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એમ. ઝણકાટએ મીડિયાને જણાવ્યું હતુ કે ” ગઇકાલે મોડી રાત્રીના 12 વાગ્યાના અરસામા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આશરે 25થી 30 જેટલા લોકો આવીને ઉગ્ર બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગ્યા હતા, જેથી હાજર પોલીસકર્મીઓ તેઓને સમજાવવાનો પ્રયાસ કરતા હતા પરંતુ કેટલાક લોકો ગાળો બોલી બીન જરૂરી રજૂઆતો કરવા લાગ્યા હતા કે ‘પોલીસ કેમ વારંવાર અમારા જ વિસ્તારમાં દારુ-જુગારના દરોડા કરે છે’તેમજ અમારા વિસ્તારમાં જ પી. સી.આર વાન વધુ ફરે છે.
પોલીસે 10ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
ત્યારે આવી ખોટી દલીલો સામે પોલીસે ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ટોળા દ્વારા પોલીસની ફરજમાં રુકાવટ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસને ધમકી પણ આપી હતી. જેથી પોલીસે કાયદાનું ભાન કરાવવા માટેહુમલો કરનાર 10 જેટલા લોકોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કેટલીક મહિલાઓ તેમજ અન્ય શખ્સો ફરાર થઇ ગયા છે તેમને શોધવા માટે પોલીસ દ્વારા રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : ભાજપ નેતાના પુત્રની કાળી કરતૂત, ધો. 5માં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ