અમદાવાદમાં હવે પ્રદૂષણ ઘટશે, એમિશન ટ્રેડિંગ સ્કીમ શરૂ થશે
- અમદાવાદમાં પણ એમીશન ટ્રેડિંગ લાઈવ માર્કેટ અને વેસ્ટ ઈમ્પોર્ટ મંજૂરી
- એમિશન ટ્રેડિંગ સ્કીમ મામલે અમદાવાદ એ દેશનું બીજા શહેર તરીકે ઉભર્યું છે
- હવાની ગુણવત્તામાં સુધારા થકી નાગરીકોને આરોગ્યલક્ષી લાભ
અમદાવાદમાં હવે પ્રદૂષણ ઘટશે, એમિશન ટ્રેડિંગ સ્કીમ શરૂ થશે. જેમાં સુરત બાદ અમદાવાદમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ શરૂ કરવામાં આવશે. આ સ્કીમના અમલમાં અમદાવાદ દેશનું બીજું શહેર તરીકે ઊભર્યું છે. મંત્રી મુળુ બેરાએ વેસ્ટ ઈમ્પોર્ટ પરવાનગી મોડયૂલ વનનો આરંભ કરાવ્યો છે. ઓછુ પ્રદુષણ સર્જનારને ક્રેડિટ અને વધુ ફેલાવનારને દંડ કરવામાં આવશે.
આ પણ વાંચો: આણંદના વિવાદિત નાયબ કલેક્ટરના પતિ સહિત 3 પોલીસ અધિકારીઓની બદલી
અમદાવાદમાં પણ એમીશન ટ્રેડિંગ લાઈવ માર્કેટ અને વેસ્ટ ઈમ્પોર્ટ મંજૂરી
ભારતમાં સુરત બાદ હવે અમદાવાદમાં પણ એમીશન ટ્રેડિંગ લાઈવ માર્કેટ અને વેસ્ટ ઈમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઈન મોડયુલ શરૂ કરાયુ છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ઔદ્યોગિક ઉત્સર્જનને નિયંત્રિત અને પ્રદુષણના સ્તરને ઘટાડવામાં મદદરૂપ આ સ્કીમને લોન્ચ કરતા જ તેના અમલની દિશામાં અમદાવાદ એ દેશનું બીજા શહેર તરીકે ઉભર્યું છે.
હવાની ગુણવત્તામાં સુધારા થકી નાગરીકોને આરોગ્યલક્ષી લાભ
સુરતમાં આશરે 355 ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે એમીશન ટ્રેડિંગ સ્કિમ- ETS લાગુ કરાયેલા ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગો કરતા 20 ટકા પાર્ટીક્યુલર મેટરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. સુરતની આ સફળતાને ધ્યાને લઈને અમદાવાદમાં આશરે 118 ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટ અમલમાં મુક્યાનું મંત્રી બેરાએ જણાવ્યુ હતુ. જેના કારણે અમદાવાદની હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. અગ્રસચિવ સંજીવ કુમારે કહ્યુ કે, GPCB દ્વારા જી-પાલના સહયોગથી શરૂ થયેલા આ એમીશન ટ્રેડિંગ યોજનાને પરિણામે રેગ્યુલેટર, ઉદ્યોગો તથા અમદાવાદના નાગરીકોને પણ હવાની ગુણવત્તામાં સુધારા થકી આરોગ્યલક્ષી લાભ થશે.