ગુજરાતટોપ ન્યૂઝ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ

Text To Speech
  • વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર
  • ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી વરસાદની ગતી વધશે
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ આવશે. જેમાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMTS-BRTSની બસો યમદૂત સમાન બની

ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી વરસાદની ગતી વધશે

સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી વરસાદની ગતી વધશે. તથા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાથે અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તથા 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે.

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સાક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બનશે.

Back to top button