અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: તંત્ર એક્શન મોડમાં, એક જ દિવસમાં 265 જેટલા રખડતા ઢોર પકડાયા

Text To Speech

અમદાવાદમાં રખડતા ઢોર પર કડક નિયંત્રણ પોલીસીને પહેલી સપ્ટેમ્બરેથી લાગુ કરી દેવામાં આવી છે. એવામાં AMC તંત્ર આજે એક્શન મોડમાં આવીને રખડતાં ઢોર પર પુરે પુરુ નિયંત્રણ રાખવામાં આવયું છે. આજે એક જ દિવસમાં તંત્ર દ્વારા 265 જેટલાં રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા છે. સૌથી વધુ રખડતા ઢોર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડાયા

શહેરના સરસપુરના અનિલસ્ટાર્ચ, ભીડભંજન, વિજયપાર્ક, નરોડા, કાપડીવાડ, થલતેજ, દોલતખાના, ખાડીયા, ઓઢવ, નિકોલ, ચાંદખેડા, સાબરમતી, સરખેજ, મલાવતળાવ, મકરબા, બળીયાદેવનો ટેકરો, રાણીપ, ભાર્ગવ રોડ, બેહરામપુરા, ગોવિંદવાડી, ઇસનપુર, ભાઇપુરા, અખબારનગર, સરદારનગર, મેઘાણીનગર, વિરાટનગર, ચૈનપુર, રાણીપ, ગાયત્રીનગર, ભાડજ, એસઆરપી કેમ્પ, મણીનગર, વસ્ત્રાપુર, રામાપીરનો ટેકરો, કોટનીરંગ, ઇશ્વરનગર, સરસપુર, હાથીજણ, ઘાટલોડીયા, અમરાઇવાડી, ખોખરા, હીરાવાડી, ઇદગાહ સર્કલ, ઉજાલા સર્કલ તથા મોટેરા સહિતના અનેક વિસ્તારોમાંથી ઢોર પકડાયા છે.

જાહેર રોડ પર ઢોરને રખડતા ન મૂકવાની સૂચના

રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં CNDC વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 265 જેટલા ઢોર પકડાયા છે, જેમાં સૌથી વધુ ઢોર પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોનનાં વિસ્તારમાં 103 જેટલાં ઢોર પકડવામાં આવ્યા છે. 6690 કિલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, જાહેરમાં ઘાસચારો વેચવાની એકપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જાહેર રોડ ઉપર ક્યાંય પણ રખડતા ઢોર મુકવામાં ન આવે, ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય તેને લઈ પશુમાલિકોને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ કરતાં પોલીસે કરી અટકાયત

Back to top button