ટોપ ન્યૂઝનેશનલ

GAIL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેબી સિંહ રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયા, અન્ય 4ની પણ ધરપકડ

Text To Speech

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેબી સિંહની ધરપકડ કરી હતી. લાંચ આપનાર વ્યક્તિ સહિત અન્ય ચારની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં સિંહના ઘરે કલાકો સુધી ચાલેલા દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે સિંહે ગેઈલ પ્રોજેક્ટમાં તરફેણના બદલામાં લાંચ માંગી હતી.

અનેક સ્થળોએ સર્ચ શરૂ કરાયું

દરમિયાન આ કાર્યવાહી બાદ દિલ્હી, નોઈડા અને વિશાખાપટ્ટનમમાં પણ અનેક સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. GAIL, જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની મહારત્ન કંપની છે, તે ભારતની સૌથી મોટી કુદરતી ગેસ ટ્રાન્સમિશન અને માર્કેટિંગ કંપની છે.

અન્ય આરોપીઓમાં કોણ ?

ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘ ઉપરાંત, આ કેસમાં અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વડોદરા સ્થિત એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિરેક્ટર સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આ લાંચ શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઔરૈયા સુધીના બે ગેઇલ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કંપનીને ફાયદો કરાવવા માટે આપવામાં આવી હોવાનું કહેવાય છે. લાંચની માહિતી મળતાં પોલીસે સોમવારે એક ઓપરેશન હેઠળ આરોપીની ધરપકડ કરી હતી.

Back to top button