જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કરો આ ઉપાય: મળશે અનેક લાભ
- મેષ રાશિના જાતકોએ લાલ ચંદનથી પૂજા કરવી
- વૃષભ રાશિના જાતકોએ ગોપી ચંદનનું તિલક કરવુ
- મિથુન રાશિએ કૃષ્ણને તુલસી જળ અને મંજરી અર્પણ કરવી
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવાશે. ગૃહસ્થ જીવનના લોકો 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો ઉપવાસ કરશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 7 સપ્ટેમ્બરના રોજ ઉપવાસ કરશે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો રાશિ પ્રમાણે અમુક ઉપાયો કરવામાં આવે તો ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ આજે કઈ રાશિના લોકોએ કયા ઉપાય કરવા જોઈએ.
મેષ
મેષ રાશિના જાતકોએ જન્માષ્ટમીના દિવસે સુખ-સમૃદ્ધિ માટે લાલ ચંદનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન દરેક ઈચ્છાઓ પૂરી કરે છે.
વૃષભ
આ રાશિના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને ગોપી ચંદનનું તિલક કરવું જોઈએ. આ ઉપાય કરવાથી સંતાન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
મિથુન
મિથુન રાશિના જાતકોએ પોતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી જળ અને મંજરી અર્પણ કરવી જોઈએ. તેનાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે
કર્ક
કર્ક રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો ગાયના કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે.
સિંહ
સિંહ રાશિના લોકોએ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને ધાતુની વાંસળી અર્પણ કરવી જોઈએ. તેનાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને વ્યક્તિને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.
કન્યા
કન્યા રાશિના લોકોએ જન્માષ્ટમીની પૂજા દરમિયાન ભગવાન કૃષ્ણને પંજરી અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
તુલા
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ રાશિના લોકોએ પૂજા કર્યા પછી બાલ-ગોપાલને માખણ મિશ્રી અર્પણ કરવી જોઈએ. આનાથી આર્થિક લાભ અને વ્યવસાયમાં સફળતા મળે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને મધનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ધન
જન્માષ્ટમીના દિવસે આ રાશિના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં પીળા રંગના ફૂલ અને પિતાંબર અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે.
મકર
મકર રાશિવાળા લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ અર્પણ કરવા જોઈએ. આનાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો.
કુંભ
આ રાશિના લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.
મીન
મીન રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે પીળી ગાયના દૂધથી ભગવાન કૃષ્ણનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન