ટ્રેન્ડિંગધર્મ

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન

Text To Speech
  • જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે
  • જન્માષ્ટમી પૂજા દરમિયાન થોડુ રાખો ધ્યાન
  • સ્વચ્છ વસ્ત્રો પહેરીને કૃષ્ણને શણગારો

જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો ઉપવાસ રાખે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ જન્માષ્ટમીની પૂજા દરમિયાન કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

જન્માષ્ટમી પર વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરો

જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે તેમને ફૂલોથી શણગારો

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન hum dekhenge news

ભોજનમાં તુલસીના પાન ન ભુલો

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે ભોગ અર્પણ કરો તેમાં તુલસીના પાન નાખો.

પંચામૃતથી કરો ભગવાન કૃષ્ણનો અભિષેક

ભગવાન કૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરો. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર મિશ્રિત અભિષેક કરવો જોઈએ. ભગવાન કૃષ્ણના અભિષેક માટે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ.

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન hum dekhenge news

ભગવાન કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરાવો

પિતામ્બરી એ ભગવાન કૃષ્ણનું એક નામ પણ છે, તેથી આ દિવસે તેમને પીળા વસ્ત્રો પહેરાવા જોઈએ અને તેમને પીળા ફૂલોથી શણગારવા જોઇએ. આ સાથે તેમના માથા પર મોરનો મુગટ પહેરવો જોઈએ.

ફક્ત ઘરે બનાવેલો પ્રસાદ જ ચઢાવો

ભગવાન કૃષ્ણને ફક્ત ઘરે બનાવેલો પ્રસાદ જ ચઢાવો, બહારથી બજારમાંથી મીઠાઈઓ લાવશો નહીં અને તેને ભોગ તરીકે અર્પણ કરશો નહીં, તમે તેમને પેંડા અને દુધીનો હલવો પણ અર્પણ કરી શકો છો.

ભગવાન કૃષ્ણના મંત્રનો જાપ કરો

આ સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે શ્રી કૃષ્ણના મંત્ર ‘कृं कृष्णाय नम:’ નો જાપ કરતા રહો અને તમે રાધાના નામનો પણ જાપ કરી શકો છો.

આ પણ વાંચોઃ Janmashtami 2023: જન્માષ્ટમી પર બનશે વિશેષ યોગ, મળશે અનેકગણુ પુણ્ય

Back to top button