શું તમે ફ્રીજનું આ બટન દબાવતા ડરો છો? આ જાણીલો પછી દર 10 દિવસે આ કામ કરશો
- તમે સિંગલ ડોર ફ્રિજમાં એક બટન જોયું જ હશે, જેને દબાવવાથી લોકો ડરી જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ બટન ખૂબ જ ઉપયોગી છે. ચાલો આજે આપણે તેના ફાયદા જાણીએ.
Refrigerator Tips & Tricks: રેફ્રિજરેટર આપણા જીવનનો ખુબજ મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આજકાલ તે માત્ર શહેરોમાં જ નહિ પરંતુ ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને પહેલાં લોકો એવું માનતા કે ઉનાળામાં તેનો વધારે વપરાશ હોય છે પરંતુ અત્યારે તો લોકો ખોરાકને તાજો રાખવા માટે પણ ઉપયોગ કરે છે, જેને લીધી તેનો ઉપયોગ ખુબજ વઘી ગયો છે. મોટાભાગના ઘરોમાં સિંગલ ડોર રેફ્રિજરેટર હોય છે. તમે સિંગલ ડોર ફ્રિજમાં જે સાઈડમાં આવેલું બટન જોયું જ હશે, લોકો તેને દબાવતા ડરી જાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ બટન ખૂબ જ ઉપયોગી છે.
ડિફ્રોસ્ટિંગ રેફ્રિજરેટર માટે ખુબજ જરૂરી છે
બરફ જમા થયા પછી સિંગલ ડોર ફ્રિજને ડિફ્રોસ્ટ કરવું ખુબજ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ફ્રિજની કાર્યક્ષમતા જાળવવામાં મદદ કરે છે. રેફ્રિજરેટમાં બરફ જામી જવાથી તેની ઠંડક થવાની ક્ષમતાને ઘટાડે છે, જેના કારણે રેફ્રિજરેટર વધુ વીજળી વાપરે છે અને ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઠંડુ રાખી શકાતું નથી. આવી સ્થિતિમાં, લોકો બરફ દુર કરવા માટે સીધા જ ફ્રિજને બંધ કરી દે છે અને બટનનો ઉપયોગ કરતા નથી.
મોટાભાગના સિંગલ ડોર ફ્રિજ ડિફ્રોસ્ટ સ્વીચ સાથે આવે છે, પરંતુ ઘણી વખત આ સ્વીચ વપરાશકર્તાઓથી છુપાવવામાં આવે છે અને તેઓ તેના ઉપયોગ વિશે જાણતા નથી.
બટણ દબાવતાની સાથે જ બરફ થઈ જશે ગાયબ
રેફ્રિજરેટરમાં ડિફ્રોસ્ટિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેની સાઈડમાં એક નીચલા બટન અથવા ડિફ્રોસ્ટ બટન આવેલું હોય છે, જેનો ઉપયોગ બરફ ઓગળવા માટે થાય છે. તેને એકવાર દબાવવાથી ફ્રિજ થોડાક સમય માટે ડિફ્રોસ્ટ કરી શકાય છે.
રેફ્રિજરેટરને ડિફ્રોસ્ટ કરવું એ એક મહત્વપૂર્ણ કાર્ય છે કારણ કે બરફનું પ્રમાણ રેફ્રિજરેટરની ઊર્જા કાર્યક્ષમતાને ઘટાડે છે, પરિણામે રેફ્રિજરેટરને વસ્તુઓને ઠંડી રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેથી હવે જ્યારે પણ તમારા રેફ્રિજરેટરમાં બરફ જામી જાય ત્યારે તમે આ સાઈડમાં આપેલું બટન દબાવી શકો છો, જેના કારણે તમારું રેફ્રિજરેટર એક દમ સાફ થઈ જાય છે, અને સારી રીતે કાર્ય કરવા લાગે છે.
આ પણ વાંચો: મોડ્યુલર કિચનની ટ્રોલીને સાફ કરવા માટે અપનાવો આ સરળ ઉપાય