સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે હનુમાનજીનાં અપમાનકારક ભીંતચિત્રો હટાવાયા છે.ત્યાર બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ પણ હટાવવામા આવી છે.
ભીંતચિત્રો બાદ કુંડળધામમાં મૂર્તિઓ હટાવાઈ
વિરોધનો સૂર ઉઠતા સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવવામાં આવી છે. સનાતન ધર્મના સાધુ-સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા તમામ ભીંતચિત્રો કે એવી મૂર્તિઓ પણ દૂર કરવા માંગ કરી હતી. જેથી આજે બોટાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. જેથી હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે.
જાણો સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે બોટાદના કિંગ ઓફ સાળંગપુરમાં ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ બોટાદના કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે મુકેલી હનુમાનજીની પ્રતિમાનો વિવાદ પણ સામે આવ્યો હતો. જેમાં કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. તેમજ ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી આ સાથે જો તેને હટાવવામા નહી આવે ચો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા AAPમાં ભંગાણ, પાર્ટીના સીનિયર નેતાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધું