ગુજરાતમાં આયુષ્યમાન-મા યોજનામાં ધુપ્પલ સામે આવ્યું
- ગંભીર રોગમાં આયુષ્યમાન- મા યોજનામાં સારવાર આપવામાં આવે છે
- દર્દીના મોત થયા હોય એ પછીયે તેમની સારવારના નામે હોસ્પિટલોને નાણાંની ચુકવણી
- મૃતક દર્દીની નવી સારવાર સંદર્ભના 2.14 લાખ જેટલા દાવા દર્શાવાયા
ગુજરાતમાં દર્દીઓનાં મોત પછીયે મા યોજનામાં સારવાર ચાલુ રખાઈ છે. જેમાં આયુષ્યમાન-મા યોજનામાં ધુપ્પલ બહાર આવી છે. 47 મૃતકોની સારવારના 51 દાવામાં હોસ્પિટલોને 18 લાખ મળ્યા છે. દર્દીનાં મોત પછી નવી સારવારના નામે ય નાણાં ચૂકતે કરાયા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે
દર્દીના મોત થયા હોય એ પછીયે તેમની સારવારના નામે હોસ્પિટલોને નાણાંની ચુકવણી
ગુજરાતમાં આયુષ્યમાન-મા યોજનામાં ધુપ્પલ સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, જે દર્દીના મોત થયા હોય એ પછીયે તેમની સારવારના નામે હોસ્પિટલોને નાણાંની ચુકવણી કરવામાં આવી છે. દર્દીનાં મોત પછી નવી સારવારના નામે ય નાણાં ચૂકતે કરાયા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં 47 મૃતકોની સારવાર સંબંધિત 51 દાવા રજૂ કરાયા હતા, જેમાં 17.91 લાખથી વધુ રકમની હોસ્પિટલોને ચુકવણી કરવામાં આવી હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે.
ગંભીર રોગમાં આયુષ્યમાન- મા યોજનામાં સારવાર આપવામાં આવે છે
ગરીબ-મધ્યમ વર્ગના લોકોને હૃદય રોગ, કિડની સહિતના ગંભીર રોગમાં આયુષ્યમાન- મા યોજનામાં સારવાર આપવામાં આવે છે. સરકારની આ લોકપ્રિય યોજનામાં છબરડા બહાર આવી રહ્યા છે. ઓડિટ રિપોર્ટમાં કહેવાયું છે કે, જે વ્યક્તિ મૃત જાહેર થઈ હોય તેમના નામે પણ યોજનાનો ફાયદો લેવામાં આવ્યો છે. એપ્રિલ 2020માં આ સંદર્ભે ઓડિટ કરાયું હતું. દેશમાં આવા કુલ 3,903 દાવામાં સાત કરોડ જેટલી રકમ હોસ્પિટલોને ચુકવવામાં આવી હતી.
મૃતક દર્દીની નવી સારવાર સંદર્ભના 2.14 લાખ જેટલા દાવા દર્શાવાયા
આવા કિસ્સાને લઈ ભલામણ કરવામાં આવી છે કે, નેશનલ હેલ્થ ઓથોરિટીની સાથે સાથે સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ અનિયમિત ચુકવણી અને ગરબડ થવાના જોખમથી બચવા માટે તમામ કિસ્સાઓમાં તપાસ નક્કી કરવી જોઈએ. આંકડાના વિશ્લેષણ આધારે કહેવાયું છે કે, દેશમાં 88 હજારથી વધુ દર્દીના મોત થયા હતા, આવા મૃતક દર્દીની નવી સારવાર સંદર્ભના 2.14 લાખ જેટલા દાવા દર્શાવાયા હતા, જે પૈકી 3903 દાવામાં સાત કરોડ જેટલી રકમ હોસ્પિટલેને ચુકતે કરવામાં આવી હતી, જે પૈકી ગુજરાતમાં 47 મૃતકના 51 દાવા હતા.