ગુજરાત

ગુજરાત: પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે

Text To Speech
  • ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો સમાન
  • લોકોને હેરાનગતિ થાય તે રીતે થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે અંકુશ
  • રાજ્યમાં અગાઉ ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી

ગુજરાતમાં પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે. જેમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટ વાત કરી છે. પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે. જેમાં ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો સમાન રીતે લાગુ પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાની ખેતી બાબતે થયો મોટો ખુલાસો 

ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો સમાન

ગુજરાતમાં ઘ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટને કહ્યું હતું કે, કોઈપણ પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે. દરેક ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો સમાન રીતે લાગુ પડશે. લોકોને હેરાનગતિ થાય તે રીતે થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે અંકુશ મુકવામાં આવશે.

રાજ્યમાં અગાઉ ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી

ગુજરાતમાં સામાજિક પ્રસંગો, રાજકીય મેળાવડા કે પછી ધાર્મિક પ્રસંગોમાં ડીજે અને મોટા લાઉડ સ્પીકરોનો કોઈપણ પ્રકારના નીતિ નિયમો વિના ઉપયોગ થતાં ધ્વનિ પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી લોકોમાં ભારે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ્ ભોગવવી પડે છે. આ મુદ્દે હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. રાજ્યમાં અગાઉ ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી.

Back to top button