સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.
શું થયું બેઠકમાં ?
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંતોએ વિવાદ ન વધે તેવી વાત કરી હતી. આ બેઠક બાદ 36 કલાકમાં સાળંગપુરમાં ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપવામાં આવી છે. વડતાલ સંપ્રદાયના સંતોએ સરકાર સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં VHP અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું.હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ. આ બેઠક બાદ શહેરમાં વીએસપી સાથે પણ સંતોની બેઠક થઈ હતી. જેમાં આવતીકાલે સૂર્યોદય સુધીમાં ભીંતચિત્રો દૂર કરી દેવાની બાંહેધરી આપવામાં આવી છે.
વિવાદાસ્પદ વાણી નહીં ઉચ્ચારવા પણ આદેશ
વધુમાં મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું કે, આ બેઠક સદભાવનાભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ છે. અમારી વીએચપી સાથે બે કલાક સુધી બેઠક ચાલી છે. સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો એક ભાગ છે. આવતીકાલે સૂર્યોદય પહેલાં જ સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવશે. કોઈપણ સંત કે વ્યક્તિએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ના કરવો.
વાંચો નીચે શબ્દસહ પ્રેસનોટ