ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતવાસીઓ માટે ખુશીના સમાચાર, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની બસો દોડાવાશે

Text To Speech

જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત એસટી વિભાગ દ્વારા આગામી 6 અને 7 સપ્ટેમ્બરે 100 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે.

6 અને 7 સપ્ટેમબરે સુરતથી એક્સ્ટ્રા બસો દોડાવાશે

હવે સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આ તહેવારો પર એસ.ટી બસોમાં મુસાફરોની ભીડ વધારે જોવા મળતી હોય છે.જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે.ત્યારે આ વખતે પણ મુસાફરોની સુવિધા માટે એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે 6 અને 7 સપ્ટેમ્બરે 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ

મહત્વનું છે કે દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ જોવા મળતો હોય છે. કેમકે સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, અને તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. જેથી આ તહેવાર પર મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે.ત્યારે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારે બસો મુકવામાં આવશે

આ અંગે વિભાગીય નિયામક પી.વી ગજ્જરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ” તહેવાર પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને સાથે સુવિધા મળી રહે તે માટે એસ. નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ 6 અને 7 સપ્ટેમ્બરે વધારાની બસ દોડાવવાનું આયોજન કરાયું છે. હાલ 100 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન છે. પરંતુ જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો હજુ પણ વધારે બસો મુકવામાં આવશે.

50 મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે

આ સાથે પી.વી ગજ્જરે વધુમાં કહ્યું કે, કોઈ વિસ્તારમાં 50 મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. આ બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરવાનું રહેશે. જે બાદ આ મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ પહોંચાડશે.

આ પણ વાંચો : MORNING NEWS CAPSULE : મહેસાણામાં તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો, ISROથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટી દુર્ઘટના

Back to top button