ગુજરાત: કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ
- બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કાયમી શિક્ષકોની ભરતી
- કોન્ટ્રાકટ બેઇઝ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવતા વિરોધ
- જ્ઞાન સહાયક યોજના નામની લોલીપોપ આપવામાં આવી – ઉમેદવાર
ગુજરાતમાં કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેમાં રાજકોટમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માં સરસ્વતીના ફોટા સાથે રેલી નીકળી હતી. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશમાં કાયમી ભરતી પણ મોડેલ સ્ટેટ ગુજરાતમાં કોન્ટ્રાકટ પ્રથા છે. કોન્ટ્રાકટ બેઇઝ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવતા રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચોમાસુ થયું સક્રિય, જાણો કયા વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ
કોન્ટ્રાકટ બેઇઝ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવતા વિરોધ
ગુજરાત સરકાર દ્વારા ટેટ-ટાટની પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક યોજના હેઠળ કોન્ટ્રાકટ બેઇઝ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવતા રાજ્યભરમાં વિરોધ થયો છે. જેના ભાગરૂપે રાજકોટમાં ટેટ-ટાટ પાસ 80 જેટલા ભાઈઓ-બહેનોએ માં સરસ્વતીના ફોટા સાથે રેલી કાઢી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતુ કે અહીં ઉપસ્થિત 100 થી વધુ ઉમેદવારોએ ખૂબ જ સારા માર્કસ સાથે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે ત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના નામની લોલીપોપ આપવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવે છે. જેથી આ યોજના રદ કરવામાં આવે.
બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કાયમી શિક્ષકોની ભરતી
બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કાયમી શિક્ષકોની ભરતી થતી હોય તો ગુજરાત કે જેને મોડેલ સ્ટેટ ગણવામાં આવે છે ત્યાં કાયમી ભરતી શા માટે નહીં ? તો એક ઉમેદવારે સવાલ ઉઠાવ્યો હતો કે ઉચ્ચ ભણતર ભણીને પણ શું અમારે કોન્ટ્રાકટ પ્રથામાં જ દાખલ થવાનું?, સરકારના અન્યાયને લીધે ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને રસ્તા પર ઉતરવું પડે છે. જો અન્યાય દૂર નહીં થાય તો ગાંધીનગરમાં આંદોલન કરીશું તો અન્ય ઉમેદવારોએ કહ્યું કે, 21 વર્ષ સુધી શિક્ષણમાં આપ્યા પછી પણ 11 માસનો કોન્ટ્રાકટ અને એ કરાર પછી શું?, ભારત વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે ત્યારે ગુરૂના સ્વરૂપમાં રહેલા શિક્ષકોને સરકારની બેધારી નીતિને લીધે ભારે નુકસાન થશે.