- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી
- સુરત, વલસાડ, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ મેઘમહેર થશે
રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે. જેમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તથા નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
સુરત, વલસાડ, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી
આગામી 7 દિવસ રાજ્યમાં મેઘમહેર થશે. જેમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી સાથે આણંદ, મહિસાગર, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા અમરેલી, ભાવનગર, દિવમાં હળવા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગાહી સાથે 8, 9, 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાના અંતમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 4 થી 10 સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. આગામી 4 થી 12 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. 13 થી 20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે.